fbpx
બોલિવૂડ

સ્વરા ભાસ્કરનાં કટાક્ષ પર કંગનાનો પણ વળતો પ્રહાર, કહ્યું એક પણ ખોટો આરોપ લગાવ્યો હોય તો મારા બધા ઇનામો પાછા આપી દઈશ

એઈમ્સના ડોક્ટરે પોતાના અહેવાલમાં સુશાંતસિંહ રાજપૂતની હત્યાને નકારી કાઢી હતી અને હતું કે તે આત્મ હત્યાનો મામલો છે. હવે આ અંગે ફરીથી સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ છે. તે દરમિયાન સ્વરા ભાસ્કરે કંગના રનૌત પર કટાક્ષ કર્યો છે.કંગનાએ થોડા દિવસ અગાઉ એક ઇન્ટરવ્યૂમાં હતું કે જાે તે સુશાંતના મોત અંગેના દાવા સાબિત કરવામાં નિષ્ફળ જશે તો તે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પાછો આપશે. એટલું જ નહીં કંગનાએ બોલિવૂડની ‘નેપોટિઝમ ગેંગ’ પર જાેરદાર નિશાન સાધતા હતું કે સુશાંતની હત્યા કરવામાં આવી છે.
સ્વરાએ કંગના પર કટાક્ષ કરતા ટવિટ કર્યું હતું, ‘હવે તો બંને સીબીઆઈ અને એઈમ્સ દ્વારા તારણ કાઢવામાં આવ્યું છે કે સુશાંતનું મોત આત્મ હત્યાથી થયું હતું. શું થયું કેટલાક લોકો સરકારને તેમનો એવોર્ડ પરત આપવા નથી જવાના..? બીજી તરફ તન્ન્š વેડ્‌સ મનુમાં કંગના સાથે કામ કરી ચૂકેલી સ્વરાએ તેની પર વળતો પ્રહાર કરતા આ જ ટવિટ પર પ્રતિક્રિયા આપતા કંગનાએ હતું કે, ‘જાે મેં એક પણ ખોટો આરોપ લગાવ્યો હોય તો હું મારા બધા ઇનામો પાછા આપી દઈશ, આ એક ક્ષત્રિયનું વચન છે.
કંગનાએ પોતાનો ઇન્ટરવ્યૂ શેર કરતા લખ્યું કે, ‘આ મારો ઇન્ટરવ્યૂ છે, જાે તમારી યાદ શક્તિ ઓછી હોય તો ફરીથી જાેઇ લેવો. જાે મેં એક પણ ખોટો આક્ષેપ કર્યો હોય તો હું મારા બધા ઇનામો પરત આપી દઈશ, આ એક ક્ષત્રિયનું વચન છે. હું ભગવાન રામની ભક્ત છું. પ્રાણ જાય પણ વચન ન જાય. જય શ્રી રામ.

Follow Me:

Related Posts