fbpx
બોલિવૂડ

બોયકોટ મિર્ઝાપુર-૨ ટ્રેન્ડ થતાં ટ્રોલર્સ પર ભડક્યો મુન્ના ભૈયા

અત્યંત લોકપ્રિય વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ની બીજી સિઝનની શરૂઆત અગાઉ જ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા તેના બહિષ્કાર કરવાની માંગ ધીરે ધીરે વધી રહી છે.થોડા દિવસો અગાઉ ટ્રેલર રિલીઝ થયું હોવાથી હેશટેગ બોયકોટ ‘મિર્ઝાપુર ૨’ ટવિટર પર ટ્રેન્ડ થઈ છે. તેના જવાબમાં અભિનેતા દિવ્યેન્દુએ છે કે શોમાં સામેલ અભિનેતાઓ, ટીમ અને તેના ફેન્સે આવા વલણો અંગે વિચારવું ન જાેઈએ.
દિવ્યેન્દુએ કે ‘મને તેની ખાસ ચિંતા નથી. તેમને ખબર નથી કે તેઓ પોતે કેટલી મુશ્કેલીમાં છે, કારણ કે ‘મિર્ઝાપુર’ના ઘણા ફેન્સ છે. તેથી જ તેઓએ તેમના આ મૂર્ખ કાર્યને બંધ કરવું જાેઈએ. આવા હેશટેગ્સનો ઉપયોગ કરવો તે મુર્ખામી છે. આપણે બધા જાણીએ છીએ કે ‘મિર્ઝાપુર’ લોકોને કેટલું પસંદ છે.
અભિનેતાએ કે દુનિયા જાણે છે કે સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કેવી રીતે થાય છે. દિવ્યેન્દુએ જણાવ્યું હતું કે પૈસા આપીને ચલાવવામાં આવી રહેલા ‘મિર્ઝાપુર સિઝન ૨’ના આ ટ્રેન્ડસ પાયાવિહોણા છે. હું તેમના માટે દિલગીર છું. તેમણે આગળ એમ પણ હતું કે ‘બહાર જઇને લોકોની સામે આવું ન બોલતા, માર પડશે તમને.’ શોમાં દિવ્યેન્દુએ મુન્ના ત્રિપાઠીનું પાત્ર ભજવી રહ્યો છે. જેને દરેક મુન્ના ભૈયા કહીને સંબોધે છે.

Follow Me:

Related Posts