fbpx
બોલિવૂડ

સુશાંત કેસમાં સુબ્રમણ્યમ સ્વામીનો સવાલ કહ્યું , – પોલીસે તે ગ્લાસને સુરક્ષિત કેમ ન રાખ્યો, જેમાં સુશાંતે મૃત્યુના દિવસે જ્યુસ પીધું હતું

ભાજપના રાજ્યસભા સંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે સુશાંત સિંહ કેસ પર વધુ એક સવાલ ઉઠાવ્યો છે. સ્વામીએ કે મૃત્યુના દિવસે સુશાંતે જે ગ્લાસમાં સંતરાનું જ્યુસ પીધું હતું, તેને સુરક્ષિત કેમ ન રાખવામાં આવ્યો. સ્વામીએ ટ્‌વીટ કર્યું કે, આમાં કોઈ નવાઈ નથી કે મુંબઈ પોલીસે તે એપાર્ટમેન્ટને સીલ ન કર્યો જેમાં ઘટના ઘટી હતી. જ્યારે, અપ્રાકૃતિક મૃત્યુમાં આવું કરવું જરૂરી હોય છે. જે દિવસે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું તે દિવસે ઘરમાં હાજર સ્ટાફે જણાવ્યું હતું કે સુશાંતે બ્રેકફાસ્ટમાં નારિયેળ પાણી અને ઓરેન્જ જ્યુસ લીધું હતું. ત્યારબાદ સુશાંતનુ મૃત શરીર બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં ફાંસીએ લટકેલું મળ્યું.
સ્વામીનું ટ્‌વીટ સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહના સ્ટેટમેન્ટ બાદ આવ્યું છે. વિકાસ સિંહે આ મહિને એક પ્રેસ કોન્ફરન્સમાં એમ્સના ફોરેન્સિક ટીમના હેડ ડો. સુધીર ગુપ્તાના એક સ્ટેટમેન્ટનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, સીબીઆઈ પાસે કેસની ઊંડાણપૂર્વકની તપાસની માગ કરી હતી. વિકાસ સિંહે હતું કે જ્યારે મેં ડોક્ટર ગુપ્તાને સુશાંતના બોડીના ફોટોઝ બતાવ્યા હતા, ત્યારે તેમને હતું કે આ ૨૦૦% ગળું દબાવીને મારી નાખવાનો કેસ છે, આ આત્મહત્યા નથી. થોડા દિવસ પછી મીડિયામાં એમ્સનો ફોરેન્સિક ટીમનો રિપોર્ટ સામે આવ્યો હતો.
તેમાં કહેવામાં આવ્યું હતું કે આ ક્લીયર કટ આત્મહત્યાનો કેસ છે. રિપોર્ટમાં મર્ડરની વાતને નકારી દેવામાં આવી હતી. વિકાસ સિંહે આ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે હતું કે એમ્સના ડોક્ટર ટીવી ચેનલ્સ પર જઈને તેમના વ્યૂ રજૂ કરી રહ્યા છે પરંતુ રિપોર્ટ સાર્વજનિક નથી કર્યો. તેમણે એવું પણ કે મીડિયામાં ડોક્ટર્સના આવા સ્ટેટમેન્ટ મેડિકલ કાઉન્સિલની એથિકલ ગાઇડલાઇનનું ઉલ્લંઘન છે.

Follow Me:

Related Posts