fbpx
બોલિવૂડ

સુશાંત કેસમાં એનસીબી દ્વારા વધુ એક ડ્રગ્સ પેડલરની કરવામાં આવી ધરપકડ

સુશાંતસિંહ રાજપૂત મામલામાં દેશની ત્રણ એજન્સીઓ તપાસ કરી રહી છે. આ કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા પછી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો પણ તપાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એનસીબીએ કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં ગુરૂવારે પણ એનસીબી દ્વારા છાપામારી કરી એક ડ્રગ્સ પેડલરને મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. એનસીબી એ અધિકારીઓને મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારના રહેવાસી જય મધોક નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. જય ઉપર ડ્રગ્સનો ઉપયોગ અને તેની સપ્લાઈ કરવાનો આરોપ છે. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે મધોક કોકેઈનની સાથે હૈશનું પણ વિતરણ કરતો હતો.
એનસીબી પાસેથી મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા કેટલાક ડ્રગ્સ પેડલરે પૂછપરછ દરમિયાન જય મધોકનું નામ લીધું હતું. એનસીબીએ આ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક અને અન્ય ૨૨ લોકોની ધરપકડ કરી છે. જાે કે આ મામલામાં રિયાને જામીન મળી ચૂક્્યા છે. આ પહેલા બુધવારે ધર્મા પ્રોડક્શનના પૂર્વ કાર્યકારી નિર્માતા રહેલા ક્ષિતિજ રવિ પ્રસાદે પેલી જામીન અરજીને કોર્ટ દ્વારા રદ્દ કરી દેવામાં આવી હતી. તેની ડ્રગ્સની લેવડ દેવડ કરવાના આરોપમાં ૨૬ સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેની અરજી રદ્દ કરતા કહ્ય્šં હતું કે ક્ષિતિજ રવિ પ્રસાદે એનસીબીના અધિકારીઓ ઉપર જે પણ આરોપ લગાવ્યા છે તે ખોટા અને પાયાવિહોણા છે.

Follow Me:

Related Posts