fbpx
બોલિવૂડ

બોલિવૂડની શાનદાર જાેડી શાહરૂખ ખાન અને કાજાેલનું લંડનમાં મુકવામાં આવશે સ્ટેચ્યુ

બોલિવૂડની ફેવરિટ જાેડી શાહરૂખ અને કાજાેલની છે. જેને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. જી હાં શાહરૂખ ખાન અને કાજાેલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ૨૫ વરસના પૂરા થવા નિમિત્તે લંડનમાં સ્ટેચ્યુ મુકવામાં આવશે. આ પૂતળું ૨૦૨૧માં મુકવામાંઆવશે. આ સ્ટેચ્યુ ભારતના બોલીવૂડનું પ્રતિનિધિત્વ કરતું પહેલુ સ્ટેચ્યુ હશે.
લંડનના લેસ્ટર સ્કેવરમાં દિલવાલે દુલ્હનિયા ફિલ્મની રિલીઝના ૨૫ વરસ પૂરા થયાને કારણે કાજાેલ-શાહરૂખનું પૂતળું મુકવામાં આવવાનું છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ ૧૯૯૫માં રિલીઝ થઇ હતી જે સૌથી વધુ ચાલનારી ફિલ્મ બની હતી. એ સમયે ભારતમાં તેનું કલેકશન ૮૯ રૂપિયા કરોડનું હતું. આ ફિલ્મમાં લંડનના લેસ્ટર સ્કેવરને પણ દર્શાવામાં આવ્યું છે.
હવે આ જ સ્થાને શાહરૂખ-કાજાેલનું સ્ટેચ્યુ બનાવામાં આવશે. અહીં હેરી પોર્ટર, લોરેલ એન્ડ હાર્ડી, બગ્ન જીની, વન્ડર વુમેન તેમજ અન્યોના પૂતળા મુકવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts