fbpx
બોલિવૂડ

મરાઠી ભાષાનું અપમાન કરનાર કુમાર સાનુના દીકરા જાને માંગી માફી કહ્યું- ભવિષ્યમાં ક્યારેય આવી વાત કહીશ નહીં

‘બિગ બોસ ૧૪’નો સ્પર્ધક તથા પ્લેબેક સિંગર કુમાર સાનુનો દીકરો જાન કુમાર સાનુએ મરાઠી ભાષા અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી અને ત્યારબાદથી વિવાદ થયો હતો. જાેકે, હવે જાન કુમારે ‘બિગ બોસ’ના ઘરમાં માફી માગી હતી. કલર્સ ચેનલે પણ માફી માગીને જાન કુમારનો વીડિયો રિલીઝ કર્યો હતો.
બે મિનિટના આ વીડિયોમાં જાને હતું, ‘નમસ્તે, મારું નામ જાન કુમાર સાનુ છે. થોડાં દિવસ પહેલાં મે અજાણતા જ એક ભૂલ કરી હતી. આ ભૂલને કારણે મરાઠી લોકો તથા તેમની લાગણીને ઠેસ પહોંચી છે. હું આ વાત માટે સોરી કહું છું, મારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. જાે કોઈને મારી વાતનું ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું. ‘બિગ બોસ સોરી’, મારા કારણે તમે શરમમાં મૂકાયા. ભવિષ્યમાં હું આ વાત ક્્યારેય રિપીટ કરીશ નહીં.
૨૭ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં જાને સ્પર્ધક નિક્કી તંબોલીએ મરાઠીમાં વાત કરતાં વાંધો ઉઠાવ્યો હતો. જાને નિક્કીને હતું, ‘મરાઠીમાં વાત ના કરીશ, મને ચીડ ચઢે છે. જાે મારી સામે મરાઠીમાં વાત ના કરીશ, નહીંતર કંઈક સંભળાવીશ તને. દમ હોય તો હિંદીમાં બોલ નહીંતર વાત ના કરે. ચીડ ચઢે છે મને તો.

Follow Me:

Related Posts