fbpx
બોલિવૂડ

સુશાંત બાદ હવે દિશા સાલિયાન કેસની ઉઠી સીબીઆઈ તપાસની માંગ

સુપરસ્ટાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતને લઈ બોલિવૂડ માં હલચલ મચી જવા પામી છે. સુશાંત કેસની સીબીઆઈ, ઈડી અને એનસીબી સહિતની ટોચની કેન્દ્રીય એજન્સીઓ તપાસ ચલાવી રહી છે. હવે આ સુશાંતના કેસને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની આત્મહત્યા સાથે જાેડીને જાેવામાં આવી રહ્યો છે.
હવે સુશાંતના મિત્ર અને જિમ પાર્ટનર સુનિલ શુક્લાએ તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેણે દિશા સાલિયાન કેસની સીબીઆઈ તપાસની માંગ કરી છે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતના મોતે ઘણા વિવાદોને જન્મ આપ્યો છે.
દિશા સાલિયાનનું રહસ્યમય સંજાેગોમાં મુંબઈના મલાડ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટના ૧૪માં માળેથી પડતા મોત થઈ ગયું હતું. તેના એક જ અઠવાડિયાના સમયગાળામાં ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપુતનું નિધન થયું હતું. શુક્લાએ પોતાની અરજીમાં છે કે, સુશાંત અને દિશા બંનેના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થયા છે. મુંબઈ પોલીસે દિશા સાલિયાનના મોતની તપાસ કરતી સમયે ઘણા મુદ્દાઓ પર વિચાર નથી કર્યો.

Follow Me:

Related Posts