fbpx
બોલિવૂડ

નોરાની પણ આંખો ફાટી જાય એવો નાચ મેરી રાની પર શર્મા સિસ્ટર્સનો અદ્ભૂત ડાન્સ વાયરલ

બોલિવૂડમાં ડાન્સના દમ પર પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરનાર અભિનેત્રી નોરા ફતેહી હાલમાં એક ગીતના કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેનો જાદુ છવાયેલો રહે છે અને તે અવાર નવાર નવા નવા ફોટો અને વીડિયો અપલોડ કરતી રહે છે. હાલમાં જ તેનું એક ગીત નાચ મેરી રાની આવ્યું. જેમા તે ગુરુ રંધાવા સાથે જાેવા મળી હતી. આ ગીતમાં નોરાએ જાેરદાર ડાન્સ કર્યો છે.
પરંતુ નોરા કરતાં પણ વધારે સરસ અંદાજમાં આ જ રીતે પર બે છોકરીઓએ ડાન્સ કર્યો છે જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુ-ટ્યુબ પર જેનો સિક્કો ચાલે છે એવી શર્મા સિસ્ટર્સે આ ગીત પર ધુમ મચાવી છે. તેણે આ જ ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો છે અને લોકોનું દિલ જીતી લીધું છે. બન્ને બહેનો તાન્યા શર્મા અને કૃતિકા શર્માએ આ ગીત પર ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે બન્નેએ ફુલ એનર્જી અને નવા નવા સ્ટેપ સાથે ડાન્સ કરીને લોકોને થીરકવા મજબૂર કરી દીધા છે અને હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુરુ રંધાવાનું આ ગીત એક લીરિક્સ, ડાંસિગ સ્ટેપ અને મ્યૂઝિકનું પરફેક્ટ કોમ્બો છે. જેને સાંભળીને લોકોને નાચવાનું મન થઈ જશે. ગીતમાં નોરા એક રોબોટના રૂપમાં જાેવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુરુ રંધાવાના આ ગીત પર હાલમાં કરોડો વ્યૂ મળી રહ્યા છે.

Follow Me:

Related Posts