fbpx
બોલિવૂડ

અમિતાભ બચ્ચન સામે ધાર્મિક ભાવનાઓને ભડકાવાની ભાજપ ધારાસભ્યએ કરી ફરિયાદ

મહાનાયક અમતિભાભ બચ્ચનની વિરૂદ્ધ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અભિમન્યુ પવારએ ફરિયાદ નોંધાવી છે. પવારે અમિતાભ બચ્ચનની વિરૂદ્ધ હિન્દુ ધાર્મિક ભાવનાઓને ભડકાવાનો આરોપ મૂકતા મહારાષ્ટ્રના લાતુરમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ ફરિયાદનો સ્વીકાર કરી લીધો છે. જાે કે હજુ સુધી એફઆઇઆર નોંધાવી નથી. લાતુર પોલીસને આપેલ પોતાની લેખિત ફરિયાદમાં અભિમન્યુ પવારે કહ્ય્šં કે સોની ટીવી પર પ્રસારિત થનાર કાર્યક્રમ કેબીસીમાં અમિતાભ બચ્ચનના એક પ્રશ્નથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
પ્રશ્ન એમ હતો કે ૨૫ ડિસેમ્બર ૧૯૨૭ ના રોજ, ડો.બી.આર. આંબેડકર અને તેમના અનુયાયીઓએ કયા ગ્રંથની નકલો સળગાવી હતી? આ પ્રશ્નના વિકલ્પો હતા- (છ) વિષ્ણુ પુરાણ (મ્) ભગવદ્‌ ગીતા (ઝ્ર) ઋગ્વેદ (ડ્ઢ) મનુ સ્મૃતિ. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના મતે આ ચારેય ઓપ્શન હિન્દુ ધર્મ સાથે જાેડાયેલા ગ્રંથોના હતા. જાે તેમની ઇચ્છા સાચી હતી તો તેમણે ચાર ઓપ્શનમાં અલગ-અલગ ધર્મ ગ્રંથોના નામ પણ આવા જાેઇતા હતા. પરંતુ અહીં માત્ર હિન્દુ ધર્મગ્રંથોનો જ ઉલ્લેખ ઓપ્શનમાં કરાયો.
અમિતાભ બચ્ચને આમ કરીને હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. હિન્દુ અને બૌદ્ધ ધર્મના લોકોની વચ્ચે અંતર પેદા કરવાની કોશિષ અમિતાભ બચ્ચન અને સોની ટીવી એ કરી છે. પૂર્વ મુખ્યમંત્રી દવેન્દ્ર ફડણવીસની ખૂબ જ નજીક અને ફડણવીસના પીએ પણ રહી ચૂકેલા પવારના મતે આ એક સમજી વિચારેલ ષડયંત્રની અંતર્ગત કરાયું છે. જેથી કરીને સાંપ્રદાયિક માહોલને ખરાબ કરી શકાય.

Follow Me:

Related Posts