fbpx
બોલિવૂડ

જાવેદ અખ્તરે કંગના રનૌત પર માનહાનીનો કેસ કર્યો

કંગના રનૌતની તકલીફો અટકવાનું નામ જ નથી લઇ રહી. ગયા મહિને તેના વિરુદ્ધ તુમકુર (કર્ણાટક)માં એક અને મુંબઈ (મહારાષ્ટ્ર)માં બે કેસ ફાઈલ થયા હતા. હવે ગીતકાર અને સ્ક્રિપ્ટ રાઇટર જાવેદ અખ્તરે તેના વિરુદ્ધ માનહાનીનો કેસ ફાઈલ કર્યો છે. એક રિપોર્ટ મુજબ, અખ્તરે આ કેસ તેના એ સ્ટેટમેન્ટ પર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે કંગનાને ઘરે બોલાવીને ધમકાવતા હ્રિતિક રોશનની માફી માગવા હતું.
સ્પોટબોયના રિપોર્ટમાં જાવેદ અખ્તર સાથે જાેડાયેલા સૂત્રના હવાલે લખ્યું હતું કે તેમણે કોઈ પ્રકારની ધમકી આપી નથી. ખબર અનુસાર જાવેદ સાહેબ સ્વભાવથી ઘણા સહનશીલ છે પરંતુ આ બધું ઘણા લાંબા સમયથી ચાલી હતું. જાવેદ સાહેબે કંગના વિરુદ્ધ મોટો માનહાનીનો કેસ દાખલ કરાવ્યો છે. તેમાં આગળ છે કે, કેસ કોર્ટમાં ઓપન થઇ ગયો છે અને જાવેદ સાહેબ લાંબી લડાઈ લડવા માટે તૈયાર છે. કોર્ટ બહાર સેટલમેન્ટ કરવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો. કંગનાની લીગલ મુશ્કેલીઓ ઘણી વધવાની છે.
૮ મહિના પહેલાં કંગનાની બહેન અને મેનેજર રંગોલી ચંદેલે તેના ટ્‌વીટમાં જાવેદ અખ્તર પર કંગનાને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. તેણે લખ્યું હતું, ‘જાવેદ અખ્તરજીએ કંગનાને ઘરે બોલાવી અને ધમકી આપી કે તે હ્રિતિક રોશન પાસે માફી માગી લે. મહેશ ભટ્ટે તેના પર ચપ્પલ ફેંક્્યું હતું, કારણકે તેણે તેની ફિલ્મમાં સુસાઇડ બોમ્બરનો રોલ પ્લે કરવાની ના પાડી દીધી હતી. અને તે વડાપ્રધાનને ફેસિસ્ટ કહે છે…. ચાચાજી તમે બંને શું છો?

Follow Me:

Related Posts