fbpx
બોલિવૂડ

આખરે ગૌહર ખાને બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે કરી સગાઈ

બિગ બોસ ૭ની વિનર અને ટેલિવિઝનનો જાણીતો ચહેરો ગણાતી ગૌહર ખાને બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે સગાઈ કરી લીધી છે. ગૌહરે પોતાની સગાઈના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે તેણે ઝૈદ સાથેની સુંદર તસવીર પણ શેર કરી છે.
આ તસવીરમાં ગૌહર ખાન અને ઝૈદ દરબાર ખુશ જાેવા મળી રહ્યા છે. તેમના હાથમાં એક ફુગ્ગો છે, જેના પર લખ્યું છે કે, ‘તેણે હા પાડી’. તસવીરમાં ગૌહરે ફ્લોરલ પિંક અને વ્હાઈટ ડ્રેસ પહેર્યો છે જ્યારે ઝૈદ ગોલ્ડન કલરના શર્ટ અને ડેનિમમાં હેન્ડસમ લાગી રહ્યો છે. એક્ટ્રેસે કેપ્શનમાં રિંગ તેમજ હાર્ટ ઈમોજી મૂકી છે. તેણે પોસ્ટમાં ઝૈદને પણ ટેગ કર્યો છે.
ઝૈદ દરબારે પણ ઈન્સ્ટાગ્રામ પર આ જ તસવીર શેર કરી છે અને ગૌહરની પોસ્ટ જેવું કેપ્શન આપ્યું છે. ગૌહર ખાનની આ પોસ્ટ પર નેહા કક્કડ, જય ભાનુશાળી, સુનીલ ગ્રોવર, મેઘના નાયડુ, મંદના તેમજ વિશાલ દદલાની સહિતાના સેલેબ્સે અભિનંદન પાઠવ્યા છે. નેહાએ કોમેન્ટ કરતાં લખ્યું છે, ‘અરે વાહ…હું તમારા બંને માટે ખૂબ જ ખુશ છું’.
બિગ બોસ ૧૪ના ઘરમાંથી બહાર આવ્યા બાદ થોડા દિવસ પહેલા ગૌહર ખાન અને ઝૈદ દરબાર ગોવા વેકેશન માણવા માટે ગયા હતા. તેમણે ગોવા વેકેશનની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.

Follow Me:

Related Posts