fbpx
બોલિવૂડ

તાપ્સી પન્નુંની આગામી ફિલ્મ ‘રશ્મિ રોકેટ’નું શૂટિંગ શરૂ

નિર્માતા રોની સ્ક્રુવાલાના બેનર આરએસવીપીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, અભિનેત્રી તાપસી ની આગામી ફિલ્મ રશ્મિ રોકેટનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તાપસી ‘રશ્મિ રોકેટ’ ફિલ્મમાં પ્રતિભાશાળી એથલીટની ભૂમિકા નિભાવી રહી છે.
આરએસવીપીએ આ ફિલ્મનું શુટીંગ શરૂ કરવાની જાહેરાત તેના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મનું શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં થવાનું હતું, પરંતુ કોરોના વાઈરસના કારણેે મોડું થયું હતું.એમેઝોન પ્રાઈમ વીડિયોના મિર્ઝાપુર સીઝન-૨માં આવનારા અભિનેતા પ્રિયાંશુ પેન્યૂલી તાપસી સાથે આ ફિલ્મમાં જાેવા મળશે.
રશ્મિ રોકેટ, નંદા પેરિયાસામી, અનિરુધ ગુહા અને કનિકા ઢિલ્લન દ્વારા લખાયેલી છે. આ ફિલ્મનું નિર્દેશન આકર્ષ ખુરાના કરશે, જેણે ‘કારવાં’નું નિર્દેશન કર્યુ હતું.’રશ્મિ રોકેટ’ની વાર્તા ગામની એક યુવતિની છે, જેને હાઇ સ્પીડ પર દોડાવવાનું વરદાન આપવામાં આવ્યું છે. જેને ગ્રામજનો રોકેટના નામથી ઓળખે છે.આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની સંભાવના છે.

Follow Me:

Related Posts