fbpx
બોલિવૂડ

શ્વેતા તિવારી પર અભિનવ કોહલીએ વીડિયો વાયરલ કરી લગાવ્યા ગંભીર આરોપ

શ્વેતા તિવારીનો પતિ છેલ્લા ઘણા દિવસોથી શ્વેતા પર આરોપ લગાવી રહ્યો છે. અભિનવ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શ્વેતા જાેવા મળી રહી છે. વીડિયોમાં તે અનુભવને ઘરે આવવાનો ઇનકાર કરતી જાેવા મળી રહી છે. વીડિયોમાં બંને વચ્ચેની ચર્ચા જાેઇ શકાય છે.
આ વીડિયોમાં બંને વચ્ચે બોલાચાલી જાેવા મળી રહી છે. વીડિયો શેર કરતાં અભિનવે લખ્યું છે કે તે તેને તેમના પુત્ર રિયાંશને મળવા નથી દેતી. આ વીડિયોને શેર કરતાં અભિનવ કોહલીએ લખ્યું, ‘મારા સારાપણાનો ફાયદો ઉઠાવ્યો મેથી સપ્ટેમ્બર દૂર રાખ્યો. જ્યારે કોરોના થયો તો બાળક આપી દીધું, જ્યારે છોકરો જવા ન્હોતો માંગતો તો મેં તેને બોલાવી અને તેને સમજાવી અને પ્રેમથી લઇ જા મને શું મળ્યું, તું તેને લઇને ભાગી ગઇ, ખૂબ જ મહેનત બાદ મેં તને શોધી. તે મને એખ સેકન્ડ માટે પણ તેને જાેવા દીધી નહીં. કેટલું ખોટું કરીશ તું મારી સાથે. હું તારી લિમિટ જાેવા માંગુ છું.
અભિનવે બીજાે એક વિડિયો શેર કર્યો છે. બીજા વીડિયોમાં શ્વેતા તિવારી બાળક સાથે રમતી જાેવા મળી રહી છે. અભિનવે આ કેપ્શનમાં લખ્યું છે, ‘જ્યારે બાળક ના પાડતો હતો ત્યારે મેં તેને ઘરે આવવા દીધી હતી જેટલો સમય માંગ્યો એટલો સમય તેને મનાવવા દીધો. બાળકના સૂવા સુધી તુ રહેતી હતી અને તે મારી સાથે શું કર્યું. મને ઘરમાં પણ ન આવવા દીધો. પછી છોકરાને લઇને ભાગી ગઇ. મને મળી ન શકે અને વિચારે કે હું મળવા આવી રહ્યો નથી.

Follow Me:

Related Posts