fbpx
બોલિવૂડ

કેન્સરને હરાવ્યા બાદ એક્શન ફિલ્મોમાં વિલનને દોડાવશે મુન્નાભાઈ

બોલિવૂડ એક્ટર સંજુબાબા સંજય દત્તે કેન્સર પર તો જીત હાંસલ કરી લીધી છે પરંતુ હવે તેની ફિટનેસ અંગે સવાલો પેદા થઈ રહ્યા છે. એમ કહેવાય છે કે હવેથી સંજય દત્તની ફિલ્મમાં એકશન સિન ઓછા હશે અથવા તો તેને ખાસ એક્શન સિન આપવામાં આવશે નહીં. સંજય દત્ત હવે ભાગ્યે જ કોઈ ફિલ્મમાં એકશન સિન કરી શકશે તેમ કહેવાતું હતું.
મેકર્સને આ ડર સતાવી રહ્યો હતો પરંતુ દર વખતની માફક ધમાકેદાર પુનરાગમન કરનારા સંજય દત્તે આ વખતે પણ કમાલ કરી છે. હાલમાં તે તેની ફિટનેસ પર જાેરદાર કામ કરી રહ્યો છે. તે પોતાની કોઈ ફિલ્મ અંગે સમાધાન કરવા તૈયાર નથી. એક્ટર તેના દરેક સિનમાં જીવ રેડી દે છે. તેને ધનાધન એક્શન કરવામાં પણ કોઈ ખચકાટ નથી. કેજીએફ-૨માં લીડ રોલ કરનારા એક્ટર યશે પણ સંજય દત્તની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે આવી એનર્જી દર્શાવનારો કોઈ એક્ટર મેં જાેયો નથી.

Follow Me:

Related Posts