fbpx
બોલિવૂડ

અભિનેત્રીએ મિલિંદની નાગા સાધુ સાથે સરખામણી પર એબીએપીએ પૂજા બેદીની કરી નિંદા

અભિનેતા મિલિંદ સોમાને થોડાક દિવસ પહેલા બીચના કિનારે તેની નગ્ન તસવીર શેર કરી હતી. જે બાદ ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી આ વચ્ચે અભિનેત્રી પૂજા બેદી મિલિંદ સોમનના સપોર્ટમાં આવી હતી અને તેની નગ્ન તસવીરની તુલસના નાગા સાધુઓ સાથે કરી હતી. જે બાદ દેશના ૧૩ માન્યતા પ્રાપ્ત હિન્દુ મઠોના સર્વોચ્ચ નિકાય અખિલ ભારતીય અખાડા પરિષદ (એબીએપી)એ પૂજા બેદીની સખત નિંદા કરી છે. એબીએપી પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીએ કે, “કોઈ મોડેલ અથવા ફિલ્મ કલાકારની નગ્નતા અને અભદ્રતાની તુલના નાગા તપસ્વીઓની પરંપરા સાથે કરવી ખોટી છે.
તેણે કુંભમાં થોડો સમય પસાર કરવો જાેઈએ અને નાગા તપસ્વીઓની મુશ્કેલ તપસ્યાને જાેવી જાેઇએ. ગીરીએ આગળ, ‘પૂજા બેદીને નાગા પરંપરાની કોઈ જાણકારી નથી. અમે આવતા વર્ષે હરિદ્વારમાં યોજાનારા મહાકુંભમાં પૂજાને આમંત્રણ આપીશું જેથી તે નાગા તપસ્વીઓ વિશે વધુ માહિતી મેળવી શકે. તેમણે કે વૈષ્ણવ અને દિગમ્બર જૈન પરંપરાઓમાં નાગા તપસ્વીઓ જાેવા મળે છે અને સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ આ તપસ્વીઓને જીવનમાં તીવ્ર તપસ્યા અને ત્યાગ કરવો પડે છે.
તમને જણાવી દઈએ કે મિલિંદે તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર તેની નગ્ન તસવીર પોસ્ટ કરી હતી, જેને તેની પત્નીએ ક્લિક કરી હતી. જે બાદ ગોવા પોલીસે મિલિંદ સામે પણ અશ્લીલતાને પ્રોત્સાહન આપવાના આરોપ હેઠળ કેસ નોંધ્યો હતો. જ્યારે પૂજા બેદીએ અભિનેતાના બચાવમાં , “મિલિંદ સોમનના આ ફોટામાં કંઇપણ અભદ્ર નથી. અશ્લીલતા જાેવા વાળાની કલ્પનામાં હોય છે જાે નગ્નતા એક ગૂનો છે તો દરેક નાગા બાબાઓની ધરપકડ કરવી જાેઇએ.

Follow Me:

Related Posts