fbpx
બોલિવૂડ

કચ્છ બાદ હવે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની એડમાં દેખાશે અમિતાભ બચ્ચન

‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ગુજરાત પ્રવાસનની આ એડ અને તેમાં પણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો દમદાર અવાજ. આ એડ લોકોમાં ખાસ્સી લોકપ્રિય થઈ હતી. અને તેને કારણે કચ્છના પ્રવાસનમાં પણ ધરખમ ઉછાળો આવ્યો હતો. હવે સદીના મહાનાયક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડમાં દેખાશે. ગુજરાત ટુરિઝમ દ્વારા આ જાહેરાત બનાવવામાં આવી રહી છે.
ગુજરાત ટુરિઝમની એડમાં ફરી એકવાર અમિતાભ બચ્ચન ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ માટે અપીલ કરશે. અમિતાભ બચ્ચન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડીયા માટે શુટીંગ કરશે. આ અગાઉ સદીના મહાનાયક દ્વારા ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’ થીમ પર શુટ કર્યું હતું. અને ‘ખુશ્બુ ગુજરાત’ અભિયાનની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવી હતી. તેવામાં હવે બે મહિનાની અંદર કેવડિયા ખાતે આ શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે. રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહે તે હેતુથી આ ર્નિણય લેવામાં આવ્યો છે. કેવડીયા સહિત અન્ય છ લોકેશન પર શૂટિંગ કરવામાં આવશે.
ઁસ્ મોદી દ્વારા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ લોકોમાં આ પ્લેસ ફરવા માટેનું ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. અને હવે પીએમ મોદી દ્વારા આ પ્રવાસન સ્થળને વિશ્વવિખ્યાત બનાવવા માટે સી પ્લેન, જંગલ સફારી સહિતની અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. તેવામાં હવે ગુજરાત ટુરિઝમ દ્વારા કેવડિયાને વિશ્વ ફલક પર ચમકાવવા માટે એક ખાસ એડનું શૂટિંગ કરવામાં આવશે.

Follow Me:

Related Posts