fbpx
બોલિવૂડ

સુશાંતના મોતઃ ટ્યૂબ પર ફૅક ન્યૂઝ ચલાવાનાર આરોપીની કરાઈ ધરપકડ

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ યુ ટ્યૂબ પર ફૅક ન્યૂઝ પોસ્ટ કરનાર યુ ટ્યૂબરની મુંબઈ પોલીસે બિહારમાંથી ધરપકડ કરી છે. તેના પર આક્ષેપ છે કે તેણે ફૅક ન્યૂઝથી છેલ્લાં ચાર મહિનામાં ૧૫ લાખ રૂપિયાની કમાણી કરી છે. આ અંગે શિવસેનાના લીગલ સેલ સાથે જાેડાયેલા વકીલ ધર્મેન્દ્ર મિશ્રાએ કેસ કર્યો હતો. આરોપી રાશિદ સિદ્દીકીની ઉંમર ૨૫ વર્ષની છે અને તે બિહારમાં રહે છે. તે સિવિલ એન્જિનિયર છે અને યુ ટ્યૂબ પર ‘એફએફ ન્યૂઝ’ નામની ચેનલ ચલાવે છે.
મિશ્રાની ફરિયાદ પર સિદ્દીકી પર માનહાનિ, જાહેરમાં બદનામ કરવાનો તથા જાણી જાેઈને અપમાન કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે સિદ્દીકીને આગોતરા જામીન આપ્યા છે અને તેને તપાસમાં સહયોગ આપવાનું કહેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર, મંત્રી આદિત્ય ઠાકરે તથા અક્ષય કુમાર વિરુદ્ધ સિદ્દીકીએ અલગ-અલગ ન્યૂઝ ચલાવ્યા હતા. આ સમાચારને લાખો લોકોએ જાેયા હતા. પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે સુશાંતના મોત બાદના સમાચારમાંથી ૧૫ લાખની કમાણી કરી હતી.
મે મહિનામાં આ યુ ટ્યૂબરની કમાણી માત્ર ૨૯૬ રૂપિયા હતા તો સપ્ટેમ્બરમાં વધીને ૬,૫૦,૮૯૮ રૂપિયા જેટલી થઈ ગઈ હતી. આ પહેલાં મુંબઈ સાઈબર પોલીસે દિલ્હીના વકીલ વિભોર આનંદની ધરપકડ કરી હતી. આનંદ પર રાજપૂતના મોત સંબંધિત ફૅક વીડિયો પોસ્ટ કરવાનો તથા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા આદિત્ય ઠાકરેને અપશબ્દો કહેવાનો આક્ષેપ છે. આનંદને આ વીડિયોના માધ્યમથી હજારો સબસ્ક્રાઇબર મળ્યા હતા. વાત જાે રાશિદની કરવામાં આવે તો સુશાંતના મોત પહેલાં યુ ટ્યૂબ પર ૨ લાખ સબસ્ક્રાઇબર હતા, જે વધીને ૩.૭૦ લાખ થયા હતા.

Follow Me:

Related Posts