fbpx
બોલિવૂડ

મંદના કરીમીએ ‘કોકા કોલા’ના નિર્માતા પર લગાવ્યો શોષણનો આરોપ

હાલમાં જ અભિનેત્રી મંદના કરીમીએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ ‘કોકા કોલા’ના સેટ પર તેનુ શોષણ કરવામાં આવ્યુ. તેેણે ફિલ્મના પ્રોડ્યુસર મહેન્દ્ર ધારીવાલ પર શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. મંદનાના આ આરોપો પર પ્રોડ્યુસરનો પણ જવાબ સામે આવ્યો છે. તેમણે અભિનેત્રીના લગાવેલા આરોપને ખોટા ગણાવીને અભિનેત્રીના વ્યવહારને અનપ્રોફેશનલ ગણાવ્યો છે. મંદનાએ કહ્યુ કે શૂટના અંતિમ દિવસે અને અંતિમ સમયે વસ્તુઓ બદલાઈ ગઈ. દિવાળીની એક રાત પહેલા ‘કોકા કોલા’ના સેટ પર મારે ખરાબ વ્યવહારનો સામનો કરવો પડ્યો.
અભિનેત્રીએ કહ્યુ, ‘હું હજુ પણ આના માટે શોકમાં છુ કે આ કેવી રીતે બન્યુ? કોકા કોલા ફિલ્મ પર અમે એક વર્ષથી મહેનત કરી રહ્યા છે અને મને ખબર પડી છે કે ફિલ્મના ક્રૂ પ્રોફેશનલ નથી. અમે આ પ્રકારનુ કામ કરતા રહ્યા છે જેથી કામ ચાલતુ રહે. શરૂઆતથી જ મને ફિલ્મના ક્રૂ સાથે સમસ્યા હતા. આ ફિલ્મના નિર્માતા મહેન્દ્ર ધારીવાલ જૂના વિચારોના વ્યક્તિ છે. તે સેટ પર ડોમિનેટેડ રહેતા હતા.’ પોતાની આપવીતિ સંભળાવતા મંદનાએ કહ્યુ કે કોકા કોલાના શૂટિંગના છેલ્લા દિવસે બધુ કામ ખતમ કરીને પાછી જવા માંગતી હતી કે મને પ્રોડ્યુસરે એક કલાક રોકાવા માટે કહી દીધુ પરંતુ હું એમ કરવા નહોતા માંગતી. મંદનાએ કહ્યુ કે, ‘તે પોતાના અમુક અંતિમ ટેક ખતમ કરવા માંગતી હતી અને તે પોતાની વેનિટીમાં ચેન્જ કરવા માટે જતી રહી. ત્યારબાદ મહેન્દ્ર ધારીવાલ તેની વેનિટીમાં જબરદસ્તી ઘૂસી ગયા અને બૂમો પાડવા લાગ્યા કે મારે એક કલાક રોકાવુ જ પડશે, એ વખતે ત્યાં સેટ પર કોઈ આસિસટન્ટ પણ નહોતા.’

Follow Me:

Related Posts