fbpx
બોલિવૂડ

કંગના પર લાગેલા નફરત ફેલાવવા અને રાજદ્રોહ જેવા આરોપોની HC માં થશે સુનાવણી

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ઉપર લાગેલા નફરત ફેલાવવા અને રાજદ્રોહ જેવા ગંભીર આરોપોની સુનાવણી હવે બોમ્બે હાઈકોર્ટમાં થશે. કોર્ટે કંગનાની તે અરજીનો સ્વિકાર કરી લીધો છે. જેમાં અભિનેત્રીએ મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલીએફઆઇઆર ને રદ્દ કરવાની માગ કરી છે. પોલીસ એફઆઈઆરમાં કંગના ઉપર સોશિયલ મીડિયા દ્વારા સમાજમાં નફરત ફેલાવવા અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો આરોપ લાગ્યો છે.
આ મામલામાં કંગના રનૌતને સમન્સ પણ પાઠવવામાં આવ્યું છે. આ પહેલા સોમવારે કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી એફઆઈઆર રદ્દ કરવાની માગ કરી હતી. કંગનાની આ અરજીનો હાઈકોર્ટ દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો છે. કંગનાની વિરૂદ્ધ બાંદ્રા મજિસ્ટ્રેટ કોર્ટના આદેશ પછી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજદ્રોહનો આરોપ પણ છે. મજિસ્ટ્રેટ અદાલતે પોલીસને આદેશ આપ્યો હતો કે કંગના રનૌત અને તેની બહેનની વિરૂદ્ધ તપાસ કરવામાં આવે.
મામલામાં સોમવારે કંગના રનૌતના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું કે, કંગના રનૌત અને રંગોલી ચંદેલ દ્વારા મજિસ્ટ્રેટના આદેશને રદ્દ કરાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટને પૂછપરછ માટે જાહેર કરાયેલું સમન્સ ઉપર પણ પ્રતિબંધ મુકવાની માગ કરી હતી. સાથે પોલીસને આદેશ આપવામાં આવે કે તેમની વિરૂદ્ધ કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી ન કરે.

Follow Me:

Related Posts