fbpx
બોલિવૂડ

બ્લેક કલરના સ્વેટરમાં મૌની રોયે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ફોટો વાયરલ

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના હોટ અને બોલ્ડ ફોટા ફેન્સ સાથે શેર કરતી હોય છે. હવે નાગિન ફેઇમ અભિનેત્રી મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મૌની રોય માત્ર સ્વેટર પહેરીને બોલ્ડ સ્ટાઇલમાં પોઝ આપતી જાેવા મળી રહી છે. મૌની રોયે ન્યુડ મેકઅપ કરેલું છે.
તેનો કિલર લૂક ફેન્સને ક્રેઝી બનાવી રહ્યો છે. અભિનેત્રીઓની આ તસવીરો પર યુઝરો જબરજસ્ત કોમેન્ટો કરી રહ્યા છે. ટીવી સીરિયલ ‘નાગિન’થી ઘરે ઘરે પ્રખ્યાત થયેલી અભિનેત્રી મૌની રોયે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તાજેતરમાં તેની રિલીઝ થયેલી ફિલ્મ ‘લંડન કોન્ફીડેન્શિયલ’ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મૌની રોય ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જાેવા મળશે. તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૌની રોય નેગેટિવ ભૂમિકામાં જાેવા મળશે.

Follow Me:

Related Posts