fbpx
બોલિવૂડ

‘બિગ બોસ’માંથી બહાર આવતાંની સાથે કુમાર સાનુ પર તેનો દીકરો સાનુ ભડક્યો, કહ્યું-‘મારા ઉછેર વિશે તો તે કંઈ બોલે જ નહીં એમાં જ એમની ભલાઈ છે’

કુમાર સાનુનો દીકરો જાન સાનુ ‘બિગ બોસ ૧૪’ના ઘરમાંથી બહાર નીકળી ગયો છે. શૉમાંથી બહાર આવતાંની સાથે તેણે પિતા કુમાર સાનુ પર પોતાનો રોષ ઠાલવ્યો છે. જાન સાનુએ કહ્યું કે, એક પિતા દ્વારા તેના ઉછેર પર પ્રશ્નો કરવા એ અફસોસજનક છે. થોડા દિવસ પહેલાં કુમાર સાનુએ કહ્યું હતું કે, તેની પત્ની રીતાએ દીકરાનો ઉછેર સારી રીતે કર્યો નથી. જાને કહ્યું કે, ‘કોઈને પણ મારા ઉછેર પર પ્રશ્નો કરવાનો હક નથી. પરંતુ મને દુઃખ છે કે મારા પિતા જ આવું કરી રહ્યા છે. મને ખબર છે કે મારાથી અજાણતામાં ભૂલ થઇ હતી. મેં જાણી જાેઈને મરાઠી ભાષા વિરુદ્ધ કંઈ કહ્યું નહોતું.
જાે મારાથી ભૂલ પણ થઈ ગઈ હોય તો મારી વિરુદ્ધ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકવાનો કોઈ હક નથી. કોઈ પિતા તેના બાળક વિરુદ્ધ ના બોલે અને એ પણ સોશિયલ મીડિયા પર. મને તેમના આ કામથી દુઃખ થયું છે. પરંતુ હકીકત એ પણ છે કે તેઓ મારા પિતા છે. તે ભલે ગમે તે કરે કે બોલે હું તેમની વિરુદ્ધ ન જઈ શકું. અને આ જ મારા સંસ્કાર છે. સાચું કહું તો મારા પિતાએ ક્યારેય મારી જવાબદારી ઉપાડી નથી. મારા ઉછેર વિશે એ કંઈ બોલે નહિ તે જ સારું રહેશે. હું તેમને કોઈ પણ જવાબ આપવા માગતો નથી. એક બાજુ તેમણે મારા ઉછેર વિરુદ્ધનો

Follow Me:

Related Posts