fbpx
બોલિવૂડ

સોનૂ સૂદને મળવા સાયકલ લઈ બિહારથી નીકળેલા ફેન માટે અભિનેતાએ બૂક કરાવી ફ્લાઈટ

કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયગાળા દરમિયાન અનેક લોકોની મદદ કરનાર પરંતુ ખાસ કરીને મજુરો એન મજબુરીવશ લોકો માટે સાક્ષાત ભગવાન બનીને આવેલા સોનૂ સૂદ રિયલ હિરો બની ગયો છે. અભિનેતા તરફથી જરૂરીયાતમંદોને મદદ કરવાનો આ સિલસિલો હજી પણ યથાવત જ છે. હવે સોનુ સૂદને મળવા માટે તેનો એક ફેન બિહારથી જ મુંબઈ આવવા સાઈકલ લઈને નિકળી પડ્યો હતો.
આ વાતની જાણ સોનુ સૂદે પળભરનો પણ સમય બગાડ્યા વગર જ તેમનો ફેન વારાણસી પહોંચતાની સાથે જ મુંબઈ માટે ફ્લાઈટની ટિકીટ બુક કરાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનૂ સૂદે પોતાના ફેન અરમાન સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે, તુ આવુ ના કરીશ. તુ મને મળવા માંગે છે તો જરૂર મળ. પરંતુ આ રીતે નહીં. સોનૂ સૂદના જણાવ્યા પ્રમાને, તેનો ચાહક સાયકલ મારફતે વારાણસી પહોંચી ગયો હતો. મેં તેને ગમે તેમ કરીને મનાવી લીધો અને મુંબઈ માટેની તેની ફ્લાઈટની ટિકીટ બુક કરાવી.
મુંબઈમાં તેને રોકાવવા માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. જાે હું તેના માટે સ્પેશિયલ છુ તો મારે પણ તેના માટે આટલુ તો કરવું જ પડેને તેમ સોનૂ સૂદે કહ્યું હતું. ખાસ વાત એ છે, માત્ર અરમાન જ નહીં પણ તેની સાયકલ પણ મુંબઈ આવશે. સોનૂ સૂદે અરમાન અને તેની સાયકલની પટના જવા માટેની ફ્લાઈટની ટીકિટનું બુકિંગ પણ કરાવી દીધું છે. આ મામલે સોનૂ સૂદે કહ્યું હતું કે, સાયકલ સાથે તેને એટલ બધો લગાવ છે તો તેને અધવચ્ચે કેવી રીતે છોડી શકે?

Follow Me:

Related Posts