fbpx
બોલિવૂડ

પર્સનલમાં અશ્લીલ મેસેજ કરનાર યુજર્સની ચેટ તાપસી પન્નુએ કરી વાયરલ

સુંદર અને હોટ અભિનેત્રી તાપસી પન્નુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તે ટ્રોલરોને ધૂળ ચટાવતી જાેવા મળે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું. તાપસી પન્નુને એક યુઝરે ફાલતુ હિરોઈન કહીને બોલાવી હતી. જેના કારણે તાપસીએ પણ સામે વળતી પ્રતિક્રિયા આપી હતી. તાપસીને ઇન્સ્ટાગ્રામ પર ઘણાં લોકો પર્સનલમાં મેસેજ કરે છે. આ શખ્સ એવો જ હતો કે જેણે પર્સનલમાં અશ્લીલ વસ્તુઓ લખી હતી. હવે તેને જવાબ આપવા માટે તાપસી પન્નુએ આ બધા મેસેજના સ્ક્રીન શોટ લઈને પોસ્ટ કરી દીધા છે.
યુઝરે અભિનેત્રીને ઇન્સ્ટાગ્રામમાં ફાલતુ હિરોઇન કહીને વાત કરી હતી અને સાથે જ વાહિયાત વાતો લખી હતી. ત્યારે હવે તાપસીએ ઇન્સ્ટા સ્ટોરીમાં આ મેસેજના સ્ક્રીન શોટ પોસ્ટ કરી અને સાથે જવાબ આપતા લખ્યું – રિયલમાં શું ઉઠાવી ઉઠાવી ને? કારણ કે ઉઠાવ્યું તો મે છે – સ્ટાન્ડર્ડ બટ, તમે કદાચ નહીં સમજાે.
અભિનેત્રીએ બીજી એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી જેમાં બીજા યુઝરે વાહિયાત કોમેન્ટ કરી છે. તેની પ્રતિક્રિયા આપતાં અભિનેત્રીએ લખ્યું – “ઓહ હોપ તમે તો ખૂબ જ વાહિયાત જિસ્મના માણસ છો. મહેરબાની કરીને ૪થી ૫ વાર લખો અને કદાચ હું સંમત થાંઉ. તાપસી પન્નુ તેમની સમજદારીને લઈને ચાહકોમાં પ્રખ્યાત છે.

Follow Me:

Related Posts