fbpx
બોલિવૂડ

કેબીસી સિઝન ૧૨માં છત્તીસગઢની અનુપા દાસ ત્રીજી કરોડપતિ બની

કોન બનેગા કરોડપતિ સિઝન ૧૨માં છત્તીસગઢની અનુપા દાસ ત્રીજી કરોડપતિ બની ગઇ છે. જાેકે તે સાત કરોડના જેકપૉટ પ્રશ્નનો જવાબ નથી આપી શકી. સોની ટીવીના આ પૉપ્યૂલર શૉમાં આ સિઝન અનુપા ત્રીજી કરોડપતિ બની છે. અનુપાએ કરોડપતિ બન્યા બાદ કહ્યું કે તે આ જીતેલી રકમનો ઉપયોગ તેની માના કેન્સરના ઇલાજ માટે વાપરશે.
૧૮ નવેમ્બર, ૧૯૬૨એ લદ્દાખના રેજાંગ લામાં બહાદુરી માટે કોણે પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
છ- મેજર ધન સિંહ થાપા, મ્- લેફ્ટનન્ટ કર્નલ અર્દેશિર તારાપોર, ઝ્ર- સુબેદાર જાેગિન્દર સિંહ, ડ્ઢ- મેજર શૈતાન સિંહઃ જવાબ- મેજર શૈતાન સિંહ
રિયાઝ પૂનાવાલ અને શૌકત દુકાનવાલાએ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કઇ ટીમનુ પ્રતિનિધિત્વ કર્યુ છે?
છ- કેન્યા, મ્- સંયુક્ત આરબ અમિરાત, ઝ્ર- કેનેડા, ડ્ઢ- ઇરાન
ખાસ વાત છે કે આ સવાલનો જવાબ અનુપમાને ખબર હતો, તેને જે અંદાજાે લગાવ્યો હતો તે સાચો હતો, પરંતુ લાઇફ લાઇન ન હતી અને રિસ્ક મોટુ હતુ, એટલા માટે તેને શંકાના કારણે શૉ છોડવાનો ફેંસલો કર્યો. જ્યારે તેને સાચો જવાબ પસંદ કરવાનુ કહ્યું તો તેને સંયુક્ત આરબ અમિરાતને જ પસંદ કર્યો.

Follow Me:

Related Posts