fbpx
બોલિવૂડ

‘બોબ બિશ્વાસ’માં અભિષેક બચ્ચનને નવા લૂકના ફોટો કર્યા શેર

બોલિવૂડના એકટર અભિષેક બચ્ચન આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર તેની ફિલ્મ ધ બ્રિધ ઇન ટુ ટુ શેડોઝ દ્વારા એક ઉભરતો ચહેરો બની ગયો છે. હવે તે બિગ બુલ અને પોતાની કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થર્સ પર આધારિત ફિલ્મ સન્સ ઓફ ધ સોઇલની એક અનોખી સ્પોટ્‌ર્સ ડોક્યુમેન્ટરી સિરીઝ સાથે એક નવા અંદાઝમાં જાેવા મળશે.

આ સાથે અભિષેક બચ્ચને તેની આગામી ફિલ્મ બોબ બિશ્વાસના શૂટિંગનું પ્રથમ શિડ્યુલ પૂર્ણ કર્યાના નવ મહિના બાદ બીજા શિડ્યુલના શૂટિંગનો પ્રારંભ કરી દીધો છે. આ ફિલ્મના શૂટિંગ માટે તે કોલકાતા જવા રવાના થઈ ગયો છે. અભિષેક બચ્ચને ફ્લાઇટમાંથી પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે ફેસ શિલ્ડ અને માસ્ક પહેરીને બેઠેલો જાેવા મળી રહ્યો છે. તેણે કોલકાતામાં શૂટિંગ શરૂ કરી દીધું છે અને નવમી ડિસેમ્બર સુધી તે બોબ બિશ્વાસનું શૂટિંગ જારી રાખશે. આ ફિલ્મ ગૌરી ખાન, સુજાેય ઘોષ અને ગૌરવ વર્મા દ્વારા નિર્દેશિત છે. આ ઉપરાંત દિયા ધોષે પણ નિર્દેશનની દુનિયામાં ડેબ્યુ કર્યું છે. વાર્તા સુજાેય ઘોષે લખી છે.

Follow Me:

Related Posts