fbpx
બોલિવૂડ

કુલી નંબર ૧ના નવા પોસ્ટમાં પાંચ અવતારમાં જાેવા મળ્યો વરુણ ધવન

વરુણ ધવન અને સારા અલી ખાનની આગામી ફિલ્મ કુલી નંબર ૧ ઘણા સમયથી ચર્ચામાં હતી. આ ફિલ્મ પહેલાં થિયેટર્સમાં રિલીઝ થવાની હતી જાે કે, કોરોનાની મહામારીને પગલે હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવવાની છે. તાજેતરમાં જ વરુણ ધવને સોશિયલ મીડિયા ઉપર પોતાની આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરીને ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ અંગે જાણકારી આપી હતી. આ ફિલ્મનું ટ્રેલર આવતીકાલે રિલીઝ થવાનું છે. કુલી નંબર ૧ના આ પોસ્ટરમાં વરુણ ધવન પાંચ અલગ અલગ અવતારમાં નજરે ચડી રહ્યો છે. વરુણે પોસ્ટ શેર કરવા દરમિયાન લખ્યું હતું કે, ટ્રેલરનો સમય નોંધી લો. ૨૮ નવેમ્બરે ૧૨ કલાકે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે.

Follow Me:

Related Posts