fbpx
બોલિવૂડ

માતા બન્યા બાદનો અનુષ્કા શર્માએ જણાવ્યો પ્લાન, કહ્યુંહું માતા બન્યા પછી તરત જ શૂટિંગના સેટ પર પાછી ફરીશ

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. અભિનેત્રી કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ હતી અને આ વચ્ચે જ તેણે માતા બનવાનો મોટો ર્નિણય લીધો હતો. અનુષ્કા શર્મા પણ માતા બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તેણે જીવનને એક અલગ દ્રષ્ટિકોણથી જાેવાની શરૂઆત કરી દીધી છે. એ વાત તો નક્કી છે કે માતા બન્યા પછી જીવન હાલમાં છે એવું જ તો રહેશે નહીં. અનુષ્કા શર્માએ હાલના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે માતા બન્યા પછી તેનું જીવન કેવું થવા જઈ રહ્યું છે.
અનુષ્કા શર્માએ હાલમાં જ એક ન્યૂઝ પેપર સાથે વાતચીત દરમિયાન અંગત જીવન સાથે જાેડાયેલી કેટલીક વસ્તુઓની ચર્ચા કરી હતી. અનુષ્કાએ કહ્યું હતું કે, તે માતા બનવા માટે જેટલી ઉત્સુક છે એટલી જ ઉત્સુક તે કામ પર ફરીથી જવા માટે પણ ઉત્સુક છે. અનુષ્કા શર્માએ કહ્યું- હું માતા બન્યા પછી તરત જ શૂટિંગના સેટ પર પાછી ફરીશ. હું નક્કી કરીશ કે એક એવી સિસ્ટમ તૈયાર થઈ જાય કે જેથી હું મારા બાળક, ઘર અને કામ બધું જ સરખી રીતે કરી શકું અને બધાને સમય આપી શકું. હું જીવીશ ત્યાં સુધી કામ કરીશ કારણ કે અભિનયથી મને ખરેખર આનંદ મળે છે.
અનુષ્કા પહેલા પણ ઘણી એવી અભિનેત્રીઓ આવી ચુકી છે જેમણે પ્રેગ્નન્સી પછી શાનદાર વાપસી કરી હોય. કરીના કપૂર ખાન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હાલમાં તે પ્રેગ્નેન્ટ પણ છે. થોડા સમય પહેલા કરીનાએ આમિર ખાન સાથે લાલ સિંહ ચડ્ઢાનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ સિવાય તેણે પ્રેગ્નન્સી ફોટોશૂટ પણ કરાવ્યું હતું. હવે જાેવાનું એ રહેશે કે અનુષ્કા આગામી સમયમાં કેવી રીતે પોતાના જીવનને સંતુલિત કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા છેલ્લે ફિલ્મ ઝીરોમાં જાેવા મળી હતી.

Follow Me:

Related Posts