fbpx
બોલિવૂડ

ઉદ્ધવ સરકારને બોલિવૂડ માફિયા આદિત્ય પંચોલી-રિતિક સારા લાગવા લાગ્યાઃ કંગના

કંગના રનૌતને લાગે છે કે મહારાષ્ટ્ર સરકારે તેને અપમાનિત કરી, તેનું શોષણ કર્યું તથા બદનામી કરી હતી. આ જાેઈને તેને આદિત્ય પંચોલી તથા રીતિક રોશન જેવા લોકો સારા વ્યક્તિ લાગવા લાગ્યા છે. કંગનાએ આ પ્રતિક્રિયા મેયર કિશોરી પેડનેકરના તે નિવેદન પર આપી છે, જેમાં એક્ટ્રેસ માટે ‘નટી’ તથા ‘દો ટેક કી’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
કંગનાએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું, ‘છેલ્લાં કેટલાંક મહિનામાં મેં મહારાષ્ટ્ર સરકારના હાથે એટલાં લીગલ કેસ, ગાળો, અપમાન તથા બદનામી સહન કર્યાં છે કે બોલિવૂડ માફિયા તથા આદિત્ય પંચોલી, રીતિક રોશન જેવા લોકો સારા વ્યક્તિ લાગવા લાગ્યા છે. ખબર નહીં મારામાં એવું શું છે કે લોકોને આ હદે હેરાન કરે છે.
શુક્રવાર, ૨૭ નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટ કંગનાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આના પર મેયર કહ્યું હતું, ‘એક નટી, જે હિમાચલમાં રહે છે. તે અહીંયા આવીને આપણાં મુંબઈને ર્ઁદ્ભ કહે છે. ત્યારબાદ તેની વિરુદ્ધ ફરિયાદ થાય છે. બે રૂપિયાના લોકો કોર્ટને પણ રાજકીય અખાડો બનાવવા માગે છે. તે ખોટું છે. જેવું તેને કામ કર્યું છે, ત્યારબાદ તમે જાેયું હશે કે સોશિયલ મીડિયામાં તેને કેટલી ટ્રોલ કરવામાં આવી છે. અમે કોર્ટની અવમાનના કરવા માગતી નથી. કોર્ટના જજમેન્ટનો અભ્યાસ કરીશું.

Follow Me:

Related Posts