fbpx
બોલિવૂડ

અભિનેતા રાહુલ રોય બ્રેન સ્ટ્રોકનો શિકાર થયોઃ હોસ્પિટલમાં દાખલ

આ વર્ષ બોલીવુડ માટે ખૂબ જ ખરાબ સાબિત થયું છે. હવે સમાચાર આવ્યા છે કે બોલીવુડ એક્ટર રાહુલ રોયને મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ૧૯૯૦માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘આશિકી’થી રાતોરાત સ્ટાર બનેલા અભિનેતા રાહુલ રોય કારગિલમાં ફિલ્મ ‘એલએસી-લિવ ધ બેટલ’ શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોકનો શિકાર થયા અને હાલ તેમને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સમાચાર છે કે ૫૪ વર્ષીય અભિનેતા રાહુલ રોયને ૭ દિવસ પહેલાં કારગિલમાં ચાલી રહેલી શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ શ્રીનગરની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ હવે ૨૮૦૨૯ નવેમ્બર દરમિયાન રાત્રે ૧.૨૫ વાગે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર રાહુલ રોય આઇસીયુમાં એડમિટ છે. તેમને પ્રોગ્રેસિવ બ્રેન સ્ટ્રોક આવ્યો છે. પરંતુ તેમની જાણકારી અનુસાર એક્ટર હવે સુરક્ષિત છે અને ખતરાથી બહાર છે. તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થવામાં થોડો સમય લાગી શકે છે. સોશિયલ મીડિયા પર એક્ટરના ફેન્સ તેમના જલદી થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં રાહુલ રોયના બનેવી રોમિર સેનએ ફોન પર જણાવ્યું હતું કે આ સમાચાર સાચા છે કે રાહુલ નાણાવટીની હોસ્પિટલમાં ભરતી છે. કોવિડના માહોલને જાેતાં તેમને સાવધાની રાખતાં આઇસીયૂમાં રાખવામાં આવ્યા છે. પરંતુ રાહુલનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમની તબિયતને લઇને ચિંતાની કોઇ વાત નથી અને તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે.

Follow Me:

Related Posts