fbpx
બોલિવૂડ

રાજનીતિમાં એન્ટ્રી વિશે જલ્દી મોટું એલાન કરીશઃ રજનીકાંત

કરોડો દિલો પર રાજ કરનાર સુપરસ્ટાર રજનીકાંત જલ્દી રાજનીતિમાં એન્ટ્રી કરવાનો ર્નિણય સંભળાવી શકે છે. રજનીકાંતે સોમવારે મક્કલ મંડ્રમના પદાધિકારીઓ સાથે પોતાની રાજનીતિક એન્ટ્રીની સંભાવના પર વિચાર કર્યો. તમિલનાડુમાં વર્ષ ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સોમવારે માંડ્રમના જિલ્લા સચિવો સાથે બેઠક અહીં અભિનેતા રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમમાં થઈ. ડૉક્ટરોએ તેમને રાજનીતિમાં પ્રવેશ કરવાની સલાહ આપી નહોતી.
રજનીકાંતે કહ્યુ કે આજની બેઠકમાં સચિવો સાથે મે પોતાના વિચારોનુ આદાન-પ્રદાન કર્યુ. રજનીકાંતે કહ્યુ કે જે પણ ર્નિણય લધો, તેમં મારો સાથ આપવાનુ આશ્વાસ આપ્યુ. હું જલ્દી ર્નિણય લઈશ. ગયા મહિને અભિનેતા રજનીકાંતે સંકેત આપ્યા હતા કે ચૂંટણી રાજનીતિમાં તેમની એન્ટ્રીમાં હજુ વાર લાગી શકે છે. અભિનેતાએ કહ્યુ કે એક મહિના બાદ હું યોગ્ય સમયે લોકોને જણાવીશ. રજનીએ મક્કલ મંડ્રામના પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા બાદ રાજકીય મંતવ્ય વિશે આ સંકેત આપ્યા.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ-મે ૨૦૨૧ દરમિયા તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. બેઠકના એજન્ડા પર રિપોર્ટથી સંકેત મળે છે કે કંઈ ઘોષણા થઈ શકે છે. રજનીકાંતે ૨૯ ઓક્ટોબરે કહ્યુ હતુ કે તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ હોવાથી તેમને રાજનીતિમાં પ્રવેશ ન કરવાની સલાહ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts