fbpx
બોલિવૂડ

ટ્રોલરે કહ્યું બોલિવૂડ વાઇવ્સમાં સૌથી જાેરદાર-ફેવરિટ કરણ જાેહર

હાલમાં જ કરણ જાેહરના પ્રોડક્શને બનાવેલી સિરીઝ ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. સિરીઝને સાથે કરણે પણ સોશિયલ મીડિયા પર કમબેક કર્યું છે. તે હવે ટ્રોલર્સને જવાબ આપી રહ્યો છે. સિરીઝમાં હોસ્ટ તરીકે દેખાયેલા કરણને એક ટ્રોલરે પ્રશ્ન કર્યો. કરણે તેની અવગણના કરવાને બદલે આકરો જવાબ આપ્યો.
યુઝરે કરણને કહ્યું કે, ‘મને લાગે છે કે બોલિવૂડ વાઈવ્સમાં સૌથી જાેરદાર અને ફેવરિટ વાઈફ કરણ જાેહર છે અને બધા આ વાત સાથે સંમત પણ હોઈ શકે છે.’
જાે કે, કરણે ટ્રોલરની વાતનું ખોટું ના લગાડ્યું પરંતુ તેના જવાબ પછી સામે વાળાની બોલતી બંધ થઇ ગઈ. કરણે પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘સારું, સાચેમા તે મને હસાવ્યો છે. એક ટ્રોલ જેમાં સેન્સ ઓફ હ્યુમર છે અને તે ઘણું રિફ્રેશિંગ છે. ’કરણનું આ સ્વરૂપ ઘણા સમય પછી જાેવા મળ્યું છે. ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ટ્રોલિંગ બાદ તો પહેલીવાર કરણ આમ જવાબ આપતો દેખાયો.

Follow Me:

Related Posts