fbpx
બોલિવૂડ

શેલ્ફ લાઈફ વધારવા ૫૦ વર્ષના એક્ટર ૧૯ વર્ષની એક્ટ્રેસ સાથે કામ કરે છેઃ દિયા મિર્ઝા

દિયા મિર્ઝા બોલિવૂડની ટેલેન્ટેડ એક્ટ્રેસિસમાંની એક છે. દિયાએ ઓટીટીપર વિમેન સેન્ટ્રિક કન્ટેન્ટ અને એક્ટર્સ એજ ગેપ પર પોતાના મત રજૂ કર્યા છે. દિયાએ કહ્યું કે આ ઘણું વિચિત્ર છે કે ૫૦ વર્ષના એક્ટર ૧૯ વર્ષની એક્ટ્રેસ સાથે કામ કરી રહ્યા છે. મોટી ઉંમરના એક્ટર પોતાની શેલ્ફ લાઈફ વધારવા નાની ઉંમરની એક્ટ્રેસિસ સાથે કાસ્ટ થવાનું પસંદ કરે છે.
દિયાએ કહ્યું, ‘મને લાગે છે કે એક્ટ્રેસ માટે સ્ટોરી અને અવસરો ઘણા બધા છે. હવે પહેલાં કરતાં વધુ વિમેન રિપ્રેઝન્ટેટિવ છે. આપણી પાસે હવે અગાઉ કરતાં વધુ ફિમેલ ડિરેક્ટર્સ, ડીઓપી અને એડિટર્સ છે. જાેકે, આપણે હજુ પણ પાછળ છીએ, પણ આ એ સમયથી ઘણું આગળ છે જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ બધું ઓટીટી પ્લેટફોર્મ આવ્યા બાદ સંભવ થઇ શક્યું છે. મેલ ડોમિનેટિંગ ઇન્ડસ્ટ્રીમાં ફિમેલ્સ માટે ઘણા અવસર વધી ગયા છે અને હું આના માટે ઓટીટીની આભારી છું.
દિયાએ કહ્યું, ‘સુંદરતાને હંમેશાં યુવા અવસ્થા સાથે જાેડવામાં આવે છે. મને લાગે છે કે એટલે યુવા ચહેરાને કાસ્ટ કરવામાં આવે છે. નીના ગુપ્તા આનો અપવાદ છે. તેમણે ખુદ કહ્યું છે કે હું એક એક્ટર છું અને મને મારા કામથી પ્રેમ છે. કૃપા કરીને મને કાસ્ટ કરો. સારું છે કે અમુક ફિલ્મમેકર્સે તેમને લીડ રોલમાં કાસ્ટ કરવાનો ર્નિણય લીધો છે, જેમાં તેમણે તેમની ઉંમરને હરાવી દીધી પણ ઘણી એક્ટ્રેસિસ છે જે સંઘર્ષ કરી રહી છે અને તેમને લેવામાં આવતા નથી કારણકે તેમના માટે કોઈ સ્ટોરી લખવામાં આવી રહી નથી.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/