fbpx
બોલિવૂડ

સુશાંતને યાદ કરતા બોલી અંકિતા, કહ્યું- પવિત્ર નહી, અમર સંબંધ છે અમારો

‘ઝી રિશ્તે એવોડ્‌ર્સ ૨૦૨૦’માં અંકિતા લોખંડેએ ખૂબ સારો શાનદાર ડાન્સ પરફોમન્સ આપ્યું છે. વીડિયોમાં યલો સાડી પહેરી અંકિતા લોખંડે સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ના ટાઇટલ ટ્રેક પર ડાન્સ કરી રહી છે. સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેના આ ટ્રિબ્યૂટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અંકિતા લોખંડેને અર્ચનાના રૂપમાં જાેઇને ફેન્સને ફરી એકવાર માનવની યાદ આવી ગઇ છે. અંકિતા લોખંડે સુશાંતને શ્રદ્ધાંજલિ આપી, આ દરમિયાન ભાવુક થયેલી અંકિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા.
સુશાંત સિંહ રાજપૂત વિશે અંકિતા લોખંડેએ કહ્યું કે ‘પવિત્ર નહી, અમર સંબંધ છે અમારો. અમે બધા તમને મિસ કરીએ છીએ સુશાંત. અંકિતાએ કહ્યું કે તેણે ક્યારેય આ પ્રકારની વાત કરવાની કલ્પના કરી ન હતી. ‘પવિત્ર રિશ્તામાં દિવંગત એક્ટરની માનો રોલ કરનારી અનુભવી મરાઠી અને હિંદી ફિલ્મ એક્ટર ઉષા નાડકર્ણીએ કહ્યું કે તે હજુપણ સુશાંતને પોતાના પુત્રના રૂપમાં યાદ કરે છે. સુશાંત સિંહ રાજપૂતની નિધન બાદથી જ અંકિતા લોખંડે સતત એમના માટે ન્યાયની માંગ કરી રહી છે. અંકિતા સોશિયલ મીડિયા દ્વારા સુશાંત સાથે જાેડાયેલી યાદો ફે ન્સ સાથે શેર કરતી રહે છે.
તાજેતરમાં જ અંકિતા લોખંડેએ દિવંગત એક્ટરની યાદમાં ડાન્સ કર્યો હતો. તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને શેર પણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતએ ૧૪ જૂનના રોજ ફાંસીએ લટકીને સુસાઇડ કરી લીધું હતું. સુશાંત અને અંકિતાની જાેડીએ ટીવી પર ‘પવિત્ર રિશ્તા’ શો દ્રારા રાજ કર્યું હતું. બંનેની જાેડીએ લોકોને સતત ૬ લાખ સુધી એન્ટરટેન કર્યા અને લોકોના દિલમાં સ્થાન બનાવ્યું. આ દરમિયાન બંનેમાં પ્રેમ થયો અને તે લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/