fbpx
બોલિવૂડ

જાસ્મીને આખરે જગજાહેર કર્યુંઃ અલી ગોની મારો બોયફ્રેન્ડ છે

હાલમાં બિગ બોસને લઈ ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. બિગ બોસમાં ઘણી લવ સ્ટોરી શરૂ થાય છે તો ઘણી લવ સ્ટોરી તૂટી પણ જાય છે. ત્યારે વાત કરીએ અભિનેત્રી જાસ્મીનની તો બિગ બોસના ઘરમાં ૧૦૦ દિવસ રહ્યા બાદ જાસ્મીન ભસીન ૧૦મી જાન્યુઆરીએ આઉટ થઈ ગઈ. પરંતુ ‘દિલ સે દિલ તક’ની આ એક્ટ્રેસનું કહેવું છે કે, તે ખુશ છે કારણ કે બેસ્ટફ્રેન્ડમાંથી તેનો બોયફ્રેન્ડ બનેલો અલી ગોની હજુ બિગ બોસના ઘરમાં ટકી રહ્યો છે અને સરસ રમી રહ્યો છે.
જાસ્મીને વાત કરતાં કહ્યું હતું કે- હું રોજ સવારે ઊઠીને સૌથી પહેલા તેને જાેતી હતી, હવે હું તે મિસ કરીશ. ઉલ્લેખનીય છે કે શો છોડ્યા બાદ તરત જાસ્મીને પોતાના ઘરે જવાના બદલે, તેના મિત્રો ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મુલાકાત લીધી હતી. તેણે આ બાબતે પણ વાત કરી હતી કે-બિગ બોસનું ઘર છોડ્યા બાદ, મને ઘણા બધા વિચારો આવ્યા હતા. હું નહોતી જાણતી કે બહાર લોકો મારા વિશે શું વિચારતા હશે. તેથી હું થોડી નર્વસ હતી. આગળ વાત કરી કે-મારા માતા-પિતાએ મને ગેમ પર ફોકસ કરવાનું કહ્યું હતું. તેમણે જે કહ્યું તે ગેમ માટે કહ્યું.
આ વાતચીત દરમિયાન જાસ્મીને રિલેશનશીપ વિશે પણ વાત કરી હતી કે-મારા પેરેન્ટ્‌સને અમારા રિલેશનશિપ સામે વાંધો કેમ હોય? મેં તેમની સાથે ચર્ચા કરી હતી અને તેઓ ખૂબ ખુશ છે’. હું પ્રેમમાં પડી છું અને આ સુંદર લાગણી છે. જાે મારા માતા-પિતાને તકલીફ ન હોય તો મને આ વર્ષે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. એકવાર અલી બહાર આવે પછી મારા પેરેન્ટ્‌સ તેના પેરેન્ટ્‌સને મળવા જશે. તેના માતા-પિતા શું કહે છે તે અમારે જાણવાની જરૂર છે. ત્યારે હવે જાેવાનું એ રહ્યું કે આખરે આ પ્રેમ લગ્ન સુધી પહોંચે છે કે કેમ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/