‘સત્યમેવ જયતે ૨’ની રિલીઝ ડેટની જાહેર, ફિલ્મ ‘સનક’-‘મેરે દેશ કી ધરતી’ના પોસ્ટર રિલીઝ
લૉકડાઉનમાંથી બોલિવૂડ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. ૨૬ જાન્યુઆરીના રોજ બોલિવૂડે ફિલ્મ સાથે જાેડાયેલી કેટલીક જાહેરાતો પણ કરી હતી. ૨૬ જાન્યુઆરીના રોજ બોલિવૂડમાંથી થયેલી બિગ અનાઉન્સમેન્ટ્સ આ રીતની છે.
‘સત્યમેવ જયતે ૨’ના મેકર્સે જ્હોન અબ્રાહમની તસવીર સાથે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. સો. મીડિયામાં શૅર કરવામાં આવ્યું છે, ‘તન મન ધનથી વધારે જન ગણ મન છે. ૧૪ મે, ૨૦૨૧ એટલે કે ઈદ પર મળીએ થિયેટરમાં.’ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર (ટી સિરીઝ), મોનિશા અડવાણી, મધુ ભોજવાણી, નિખિલ અડવાણીના પ્રોડક્શનમાં બની છે. મિલાપ ઝવેરીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં જ્હોન તથા દિવ્યા કુમાર ખોસલા જાેવા મળશે.
વિદ્યુત જામવાલ અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ ‘સનક’માં જાેવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ફિલ્મમાં વિદ્યુત ઉપરાંત રૂક્મણી મૈત્રા, નેહા ધૂપિયા, ચંદન રોય છે. આ ફિલ્મને કનિષ્ક વર્માએ ડિરેક્ટ કરી છે. પ્રોડક્શન વિપુલ શાહ તથા ઝી સ્ટૂડિયોનું છે. પોસ્ટર્સમાં વિદ્યુત જામવાલ ઘાયલ જાેવા મળે છે. બીજા પોસ્ટરમાં વિદ્યુત સ્ટ્રેચર પર સૂતો છે, પરંતુ તેના હાથમાં ગન છે. નિખિલ દ્વિવેદીએ વર્ષની સૌથી મોટી ફિલ્મની જાહેરાત કરી છે. ‘૧૯૭૧’ એક મેગા વૉર ફિલ્મ છે. આ ફિલ્મ ડેક્કા લિબરેશનની આસપાસ ફરશે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર ઘણી ફિલ્મ બની છે. જાેકે, નિખિલની ફિલ્મ નવી છે. આ ફિલ્મ ઈન્દિરા ગાંધી તથા સેમ માણેકશો પર આધારિત હશે. ફિલ્મનું કાસ્ટિંગ ચાલે છે.
Recent Comments