fbpx
બોલિવૂડ

બાદશાહ અને રશ્મિકા મંદાનાનું ‘ટોપ ટકર’ સોંગ રિલીઝ થતા જ મચાવી ધૂમ

પ્રખ્યાત રેપર બાદશાહ અને સાઉથ સિનેમાની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો મ્યુઝિક વીડિયો ‘ટોપ ટકર’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ પહેલીવાર છે જ્યારે રશ્મિકા મંદાના અને બાદશાહની જાેડી એક ગીતમાં સાથે આવી છે. ૬ કલાક પહેલા રિલીઝ થયેલું ‘ટોપ ટકર’ ગીત યુટ્યુબ પર જબરદસ્ત રીતે ટ્રેન્ડ કરી રહ્યું છે.
બાદશાહ અને રશ્મિકા મંદાનાનો મ્યુઝિક વીડિયો ‘ટોપ ટકર’ અત્યાર સુધીમાં ૨૧ લાખ ૮૬ હજારથી વધુ વખત જાેવામાં આવ્યો છે. આ મ્યુઝિક વીડિયો યશ રાજ અને સાગા મ્યુઝિકના બેનર હેઠળ બનાવવામાં આવ્યો છે. યશરાજ ફિલ્મ્સ ચેનલે તેને યુટ્યુબ પર પણ અપલોડ કર્યું છે. આ ગીતમાં બાદશાહ અને રશ્મિકા મંદાના એક અલગ જ સ્ટાઇલમાં જાેવા મળી રહ્યા છે.
બાદશાહ અને રશ્મિકા મંદાનાનાં ગીતો ઉંચાના, બાદશાહ, અમિત, યુવાન શંકર રાજા અને જાેનિતા ગાંધી મળીને ગાયું છે. યુવાન શંકર રાજાએ પણ તેમાં સંગીત આપ્યું છે. બાદશાહ અને વિગ્નેશ શિવાને ગીતના લિરિક્સ લખ્યા છે. અમરપ્રીત છાબરાએ આ ગીતનું નિર્દેશન કર્યું છે, જ્યારે સુમિત સિંહ નિર્માતા છે. બાદશાહનું આ ગીત પણ હંમેશની જેમ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/