fbpx
બોલિવૂડ

હિમાંશ કોહલીએ નેહા કક્કડ સાથેના બ્રેકઅપને લઇ કર્યો ખુલાસો

એક્ટર હિમાંશ કોહલી એક્સ ગર્લફ્રેન્ડ નેહા કક્કડને લઈ હાલમાં ચર્ચામાં આવ્યો છે. ગયા વર્ષે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે હિમાંશ નેહાની માફી માંગી રહ્યો છે. જાે કે હિમાંશે વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે ફેક છે. હવે એક ઈન્ટરવ્યૂમાં હિમાંશે કહ્યું કે લોકો તેને વિલન માની રહ્યા છે. આ સાથે જ તેણે જાણાવ્યું કે કઈ વાત પર તેને ગુસ્સો આવે છે અને ખરાબ લાગે છે. હિમાંશ કોહલીએ કહ્યું કે, સામાન્ય રીતે શિક્ષિત અને બુદ્ધિશાળી લોકો તેને સમજી શકે છે, પરંતુ કેટલાક લોકો એ સ્ટોરીને રિયલ માની લે છે. તેને લાગે છે કે હિમાંશ વિલેન છે. આ ખૂબ જ ખરાબ છે.

હંમેશાં આવા ઇન્ટરવ્યુ આપીને તે હંમેશાં વાત શરૂ કરે છે કે દરેક મુલાકાતમાં નેહાનું નામ લેવું પડશે. આગળ હિંમાશે કહ્યું કે, મને લાગે છે કે કોઈ સમસ્યા હોય ત્યારે એક વ્યક્તિએ તો જીવનમાં દોષ લેવો જ પડે.” તો મને લેવા દો. મને ત્યારે વધારે મુશ્કેલી થાય છે કે જ્યારે લોકો મારા માતાપિતા, મારી બહેન વિશે ઉંધા ચત્તુ બોલે ઠે અને લખે છે. હિમાંશે વધુમાં જણાવ્યું કે તેમનો પરિવાર દિલ્હીમાં રહે છે. તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મારી અંગત જિંદગી સાથે કોઈ લેવા દેવા નથી. તેણે કહ્યું, જાે મારી જિંદગીમાં કોઈ છોકરી આવે છે, તો તે મારો ર્નિણય છે, જાે તે છોકરી જાય છે, તો એ પણ અમારો ર્નિણય છે.

તેના મારા માતાપિતા સાથે કોઈ લેવા દેવા નથી. નેહા કક્કડ અને હિમાંશ કોહલીનું ૨૦૧૮માં બ્રેકઅપ થયું હતું. ત્યારબાદ નેહાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. હિમાંશ કોહલીએ આ અંગે વાતચીત કરતાં જણાવ્યું કે ‘હું છેલ્લા બે વર્ષથી આવા મીમ્સ, ડાયરેક્ટ મેસેજ, કોમેન્ટ અને પોસ્ટ્‌સને ઈગ્નોર કરતો આવ્યો છું. સોશિયલ મીડિયા પર મારા વિશે આવા નિવેદનો આપવામાં આવ્યા છે, જેણે મારો મૂડ બગાડ્યો છે. હિંમાશે કહ્યું કે- કોમેન્ટ કરનારા લોકોને હું ખરેખર અપીલ કરવા માંગુ છું, કે ભાઈ નેહુના લગ્ન થઈ ગયા છે તે હું જાણું છું. હું એ નવા વિવાહિત દંપતી માટે ખૂબ જ ખુશ છું અને હું મારા માટે પણ ખૂબ ખુશ છું. હું આ ટ્રોલિંગથી પરેશાન થઈ જાઉ છું, અને જાે લોકોને ખરેખર મારી મજાક કરવામાં રસ છે, તો પછી વર્તમાન વસ્તુઓ વિશે વાત કરો.

Follow Me:

Related Posts