fbpx
બોલિવૂડ

ભીડમાંથી કોઇએ દીપિકા પાદુકોણનું પર્સ ખેંચવાની કોશિશ કરીઃ વિડીયો વાયરલ

દીપિકા પાદુકોણ રાત્રે ભીડની વચ્ચે કંઇક એવી રીતે ફસાય ગઇ કે તેને ત્યાંથી નીકળવું મુશ્કેલ થઇ ગયું હતું. આમ તો ફિલ્મ સ્ટાર્સ માટે ફેન્સનું ગાંડપણ મોટાભાગે કેમેરામાં કેદ થઇ જાય છે અને આ વખતે પણ નજારો કંઇક જુદો હતો. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે ભીડમાંથી કોઇએ દીપિકાનું પર્સ ખેંચવાની કોશિશ કરી. દીપિકા પાદુકોણનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જાે કે દીપિકા એક રેસ્ટોરાંમાં ડિનર માટે પહોંચી હતી, ત્યાં લોકોને ખબર પડી તો બહાર ફેન્સની ભીડ ભેગી થવા લાગી. જ્યારે જમ્યા બાદ દીપિકા બહાર નીકળવા ગઇ તો ત્યાં હાજર ભીડનું ગાંડપણ જાેઇ ખૂબ ગભરાય ગઇ.

જેમ-તેમ કરીને ધીમે-ધીમે ભીડની વચ્ચેથી નીકળી કારણ કે તેણે પોતાની ગાડી સુધી પહોંચવાનું હતું. આ વીડિયોમાં કેટલાંક ટિશ્યૂ પેપર વેચતી મહિલાઓ પણ દીપિકાની નજીક આવી રહી છે. આ મહિલાઓ તેને ટિશ્યૂ પેપર ખરીદવા માટે કહેતી દેખાય છે. જેમ-તેમ કરીને તેના ગાર્ડસ તેને ભીડથી બચાવાની કોશિષમાં લાગી ગયા હતા ત્યારે કોઇએ તેની હેન્ડ બેગ ખેંચવાની કોશિશ કરી, પરંતુ દીપિકાની પકડ મજબૂત હતી.

સિક્યોરિટી આ જાેઇ તરત જ હરકતમાં આવી ગયું. વર્કફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ ’૮૩’માં તેઓ રણવીર સિંહની સાથે નાનકડી ભૂમિકા સિવાય શકુન બત્રાની અનટાઇટલ્ડ ફિલ્મમાં દેખાશે. તેના ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી દેખાશે. આ ફિલ્મો સિવાય તેની બીજી એક ફિલ્મ ‘પઠાન’ છે, જેમાં શાહરૂખ ખાન અને જૉન અબ્રાહમ પણ દેખાશે. તેના શુટિંગ માટે દીપિકા ટૂંક સમયમાં જ દુબઇ રવાના થશે. દીપિકાની બીજી એક ફિલ્મ આવવાની છે જે સિદ્ધાર્થ આનંદની ‘ફાઇટર’ છે, જેમાં તેની સાથે રિતિક રોશન દેખાવાનો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/