એક્ટ્રેસ ઝરીન ખાને બાથટબમાં ફોટોશૂટ કરાવ્યુઃ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી
બોલીવુડમાં પોતાની એન્ટ્રી સાથે જ ધૂમ મચાવી દેનાર સલમાન ખાનની એક્ટ્રેસ ઝરીન ખાન આજકાલ એકવાર ફરી ચર્ચામાં છે. પાછલા ઘણાં સમયથી ગ્લેમરની દુનિયાથી દૂર રહેલી એક્ટ્રેસ હવે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેણે હવે બાથટબમાં ફોટોશૂટ કરાવ્યુ છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ઝરીન ખાને ઇનસ્ટાગ્રામ પર પોતાની ૩ તસવીરો શેર કરી છે. જેમાં તે બાથટબમાં નજરે આવી રહી છે.
આ તસવીરોમાં તે એકદમ ખૂબસુરત લાગી રહી છે. તેણે આ તસવીરોથી લોકોનું દિલ જીતી લીધું છે. ઝરીનની આ તસવીરો પર ૨ લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે. પરંતુ હજારો ફેન્સ તેના પર કમેન્ટ્સ કરી ચુક્યા છે. તસવીરો સાથે કેપ્શનમાં ઝરીન ખાને લખ્યુ, તે પૂછે છે તારો સુપર પારવ શું છે? હું કહું છુ, હું એક મહિલા છું.
ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ ‘વીર’થી બોલીવુડ ડેબ્યૂ કર્યુ હતું. ઝરીનને કેટરીના કૈફની હમશકલ તરીકે ઓળખ મળી જે પછીથી તેના માટે મુશ્કેલી સમાન સાબિત થઇ. તેને ફિલ્મો મળવાનું બંધ થઇ ગયુ. પરંતુ હવે તે જાેરદાર વાપસી કરી ચુકી છે.
Recent Comments