વેબ સિરીઝ ‘બોમ્બે બેગમ્સ’ વિવાદોમાંઃ એનસીપીસીઆરની નેટફ્લિક્સને નોટિસ

નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘બોમ્બે બેગમ્સ’ વિવાદોમાં આવી છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનિમિત્તે રિલીઝ કરવામાં આવેલ સિરીઝમાં બાળકોને અનૈતિક રીતે રજુ કરવાના આરોપ લાગ્યા છે. તેને કારણે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (એનસીપીસીઆર)એ આ વેબ સિરીઝનું સ્ટ્રીમિંગ રોકવા માટેની માંગ કરી છે.
એનસીપીસીઆર બાળ અધિકારોના સંરક્ષણ માટેની ટોચની સંસ્થા છે. એનસીપીસીઆરએ વેબ સિરીઝનું સ્ટ્રીમિંગ રોકવા માટે નેટફ્લિક્સને નોટિસ મોકલી છે. એનસીપીસીઆરએ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને ૨૪ કલાકમાં એક વિસ્તૃત કાર્યવાહી રિપોર્ટ રજુ કરવા કહ્યું છે. આયોગનું કહેવું છે કે જાે નેટફ્લિક્સ ૨૪ કલાકમાં રિપોર્ટ રજુ નથી કરતુ તો તેની સામે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવશે.
આયોગે એક ફરિયાદના આધારે નેટફ્લિક્સને નોટિસ મોકલી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ સિરીઝના સગીર વયના બાળકોને કેઝ્યુઅલ સેક્સ અને માદક દ્રવ્યોનું સેવન કરતા દર્શાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે સિરીઝમાં બાળકોને કથિત રીતે અનૈતિક રીતે રજુ કરવા પર વાંધો ઉઠાવતા કહ્યું છે કે આ પ્રકારના કન્ટેન્ટથી ન માત્ર યુવાઓના માનસ પર ખરાબ અસર પડે છે પરંતુ સાથે સાથે બાળકો સાથે દુર્વ્યવહાર અને શોષણ પણ થાય છે.
આયોગે પોતાની નોટિસમાં કહ્યું છે, “નેટફ્લિક્સે બાળકોના લગતા અથવા બાળકો માટેનું કોઈ પણ કન્ટેન્ટ સ્ટ્રીમ કરતા સમયે વધુમાં વધુ સાવધાની રાખવી જાેઈએ. તેમને આ મુદ્દાને જાેતા આદેશ કરવામાં આવે છે અને તુરંત આ સિરીઝનું સ્ટ્રીમિંગ રોકવામાં આવે અને ૨૪ કલાકની અંદર એક વિસ્તૃત કાર્યવાહી રિપોર્ટ રજુ કરવામાં આવે. જાે આમ નથી કરવામાં આવે તો આયોગને સીપીસીઆર અધિનિયમ ૨૦૦૫ની કલમ ૧૪ની જાેગવાઈઓ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા માટે મજબૂર થવું પડશે.
Recent Comments