fbpx
બોલિવૂડ

કંગનાએ મહાત્મા ગાંધીના સારા પિતા અને પતિ હોવા પર ઉઠાવ્યા સવાલ

બેબાક અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવખત મોટો ધડાકો કર્યો છે. અભિનેત્રીના નિશાને હવે ગાંધીજી આવી ગયા છે. બ્રિટનના પ્રિંસ હૈરી અને તેમની પત્ની મેગન માર્કેલે એક ટીવી ઈન્ટરવ્યુંમાં મોટો ખુલાસો કર્યો હતો. હવે અભિનેત્રી કંગના રનૌતે શાહી પરિવારમાં મચેલા ઘમાસાનને લઈને ટિ્‌વટ કર્યા છે. આ સાથે અભિનેત્રીએ મહાત્મા ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું છે અને સારા પિતા અને પતિ હોવા પર સવાલ ઉઠાવ્યા છે.

અભિનેત્રી કંગના રનૌતે મહાત્મા ગાંધી ઉપર નિશાન સાધતા લખ્યું કે, મહાત્મા ગાંધી પર તેમના બાળકો દ્વારા જ ખરાબ પિતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઘણી જગ્યાઓ પર તેનો ઉલ્લેખ પણ છે કે, તે તેમની પત્નીને ઘરનું શૌચાલય સાફ કરવાની મનાઈ કરી દેતા ઘરેથી કાઢી મુકતા હતા. તે એક મહાન નેતા હતા જે એક મહાન પતિ નથી થઈ શકતા, પરંતુ દુનિયા માફ કરી દે છે જ્યારે વાત એક માણસની કરવામાં આવે છે.

કંગના રનૌતે ટિ્‌વટમાં લખ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી લોકોએ એક પરિવાર ઉપર એકબાજુની સ્ટોરી સાંભળીને ઘણી વાતો કરી, અંદાજ લગાવ્યા, ઓનલાઈન લિંચ કર્યા. મેં ક્યારેય સાસુ-વહુ અને ષડયંત્ર જેવા ઇન્ટરવ્યુ જાેયા નથી. કારણ કે આ વસ્તુ મને ઉત્સાહિત નથી કરતી. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે, સમગ્ર દુનિયામાં એ એકમાત્ર મહિલા શાસક બચી છે.

અભિનેત્રીએ વધુમાં લખ્યું કે, બની શકે છે કે તે એક આદર્શ સ્ૈંન્/પત્ની/બહેન ન હોય શકે. પરંતુ તે એક મહાન રાણી છે. તેણે તેના પિતાના સપનાઓને આગળ વધાર્યા, તેણે ક્રાઉનને બચાવ્યા. આપણે જીવનની દરેક ભૂમિકાને પરફેક્શનની સાથે નિભાવી શકીએ છીએ. ભલે આપણે તેના માટે પૂરતા હોઈએ. તેમણે તાજ બચાવ્યો છે. તેને રાણીને જેમ જ રિટાયર્ડ થવા દો. આ બે ટિ્‌વટ પછી અભિનેત્રીએ ગાંધીજીને લઈને ટિ્‌વટ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/