fbpx
બોલિવૂડ

અભિનેતા આશિષ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે ફરી એક વાર કોરોનાએ માથુ ઉચકતા થાળે પડેલી જિંદગી ફરી પાટા પરથી ઉતરે તેવી ભીતી લાગી રહી છે. જે રીતે કોરોનાની સંખ્યા વધી રહી છે મોટા ભાગના રાજ્યોના મુખ્ય શહેરમાં લોકડાઉન અને રાત્રી લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે.

એક બાજુ સમગ્ર દુનિયામાં વેક્સીન અપાવવાનું ચાલી રહ્યુ છે. બોલિવુડમાં એક પછી એક કલાકારો કોરોનાથી સંક્રમિત થયા છે. ફિલ્મોનું શુટિંગ અધવચ્ચે અટકી પડ્યુ છે. એક્ટર રણબીર કપૂર, નિર્માતા નિર્દેશક સંજય લીલા ભણસાળી એક્ટર મનોજ બાજપેયી કોરોના પોઝિટિવ આવ્યા છે.

હમણા મળતી માહિતી અનુસાર દિગ્ગજ એક્ટર આશિષ વિદ્યાર્થી કોરોનાનો શિકાર થયા છે. એક્ટરે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી. એક વીડિયો પોસ્ટ કરી આશિષે પ્રસંશકોને આ વાત જાહેર કરી હતી. આશિષે એ તમામ લોકોને વીનંતી કરી છે જેઓ તેમના સંપર્કમાં આવ્યા છે. દેશમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે ફરી એકવાર ખુબજ ડરાવી રહ્યા છે.

આશિષ વિદ્યાર્થીની ફિલ્મ કારકીર્દિની વાત કરીએ તો તેણે ‘જીદી’, ‘હસીના માન જાયેગી’, ‘સૈનિક’, ‘અર્જુન પંડિત’ જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. મોટા ભાગની ફિલ્મોમાં અભિનેતાએ નકારાત્મક પાત્રો ભજવ્યાં છે પરંતુ કેટલીક ફિલ્મોમાં અભિનેતાએ સકારાત્મક ભૂમીકા પણ ભજવી છે.

Follow Me:

Related Posts