જસપ્રિત બુમરાહ સ્પોટ્ર્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નના બંધનમાં બંધાયો
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. બુમરાહે સોમવારે સ્પોટ્ર્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે. બુમરાહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ અગાઉ અંગત કારણોસર અંતિમ ટેસ્ટ અને પાંચ ટી૨૦ મેચની સિરીઝ માટે બ્રેક આપવા બીસીસીઆઈને જણાવ્યું હતું. ત્યારથી ચર્ચા ચાલી રહી હતી કે બુમરાહ લગ્ન કરવા માટે બ્રેક લઈ રહ્યો છે. અંતે બુમરાહે સોમવારે પોતાના ટિ્વટર એકાઉન્ટ પર સત્તાવાર રીતે પોતાના લગ્નના સમચાર આપી દીધા છે.
બુમરાહે પોતાના લગ્નની એક તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને લખ્યું છે કે, અમે નવી જર્નીની શરૂઆત કરી છે. આજે અમારા જીવનનો સૌથી આનંદદાયક દિવસ છે. અમાર લગ્નના સમાચાર તમારી સાથે શેર કરતી વખથે અને ઘણો આનંદ થઈ રહ્યો છે.
બુમરાહે ગોવામાં લગ્ન કર્યા છે. તેના લગ્ન પ્રસંગ દરમિયાન મહેમાનોને ફોન સાથે ન રાખવા માટે જણાવવામાં આવ્યું હતું કેમ કે બુમરાહ અને સંજના પોતાના લગ્નને લાઈમલાઈટથી દૂર રાખવા ઈચ્છતા હતા.
Recent Comments