સંજય કપૂરની પુત્રી શનાયાને કરણ જાેહર ધરમ પ્રોડક્શન્સની આગામી ફિલ્મમાં લોન્ચ કરશે
જાન્હવી કપૂર પછી કપૂર પરિવારની બીજી એક દિકરીએ ફિલ્મજગતમાં પ્રવેશ કરવા માટે કમર કસી છે. અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરને કરણ જાેહરના બેનર ધરમ પ્રોડક્શન્સ હેઠળ આગામી ફિલ્મમાં લોન્ચ કરવામાં આવશે.
કરણે ઘોષણા કરી હતી કે, તે શનાયાને આગામી ફિલ્મમાં લોન્ચ કરી રહ્યો છે, તે ફિલ્મની જાહેરાત આ વર્ષના જુલાઈમાં કરવામાં આવશે. કરણ બોલીવુડમાં ઘણા નવા ચહેરાઓ લઈને આવ્યો છે. જેમાં આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને શનાયાની કઝીન જાન્હવી કપૂર શામેલ છે.
શનાયાને કરણ સાથે કામ કરવા અંગે પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, “ચોક્કસપણે, હા! મને નથી લાગતું કે કોઈ પણ અભિનેતા તેમને ના કહી શકે, તે કુટુંબના સભ્ય જેવા છે. તે ખૂબ જ પ્રતિભાશાળી દિગ્દર્શક છે. મને લાગે છે, જાે કરણના માર્ગદર્શનમાં મને કામ કરવાની તક મળે તો સૌથી પહેલા હું ભાવુક થઈ જઈશ.
Recent Comments