fbpx
બોલિવૂડ

તારક મહેતા શોના ચાહકો માટે મોટો ઝટકો, દયાભાભી તરીકે દિશા વાકાણી પરત ફરે તેવી શક્યતા નહિવત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ દયાભાભીની ફરીથી શોમાં એન્ટ્રી થાય તે માટે આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આવા ચાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આ શોમાં દયાભાભી તરીકે દિશા વાકાણી પરત ફરે તેવી શક્યતા નહિવત છે. દિશા વાકાણીએ વર્ષ ૨૦૧૭થી શોમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો અને હજુ સુધી તે પરત ફર્યા નથી. દિશા વાકાણીએ શોને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. અગાઉ ચર્ચા હતી કે મેકર્સ અને દિશા વચ્ચે શો અંગે વાતચીત પણ થઈ ચુકી છે. પરંતુ હવે સામે આવ્યું છે કે દયાબેન તારક મહેતામાં પરત ફરશે નહીં. દિશા વાકાણીની દીકરીના જન્મ બાદ મેકર્સ અને દિશા વચ્ચે કેટલીક બાબતોને લઈને ચર્ચાઓ થઈ હતી. પરંતુ દુર્ભાગ્યવશ આમ થઈ શક્યું નહીં. દિશા અને મેકર્સ વચ્ચે વાત બની નહીં અને દિશા વાકાણીએ શોને અલવિદા કહી દીધું છે.
છેલ્લા ઘણા સમયથી એવા એપિસોડ પણ દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં જણાય છે કે હવે દયા પરત ફરશે. પરંતુ વાત બનતી ન હોવાથી દિશાની વાપસી થઈ શકી નહીં. દિશા વાકણીએ વર્ષ ૨૦૧૯માં એક સીન માટે શૂટિંગ પણ કર્યું હતું જેમાં તે ગોકુલધામવાસી અને ગડા પરિવાર સાથે ફોન પર વાતચીત કરે છે. ત્યારબાદથી દિશા આજ સુધી શોમાં જાેવા મળી નથી.

ત્યારે હવે પ્રશ્ન એ રહ્યા કે દિશા વાકાણીએ જ્યારે શોને અલવિદા કહી દીધું છે ત્યારે દયાબેન તરીકે શોમાં કોણ જાેવા મળશે અને તેની એન્ટ્રી ક્યારે થશે. જાે કે જણાવી દઈએ કે દિશાએ શો છોડ્યો છે પરંતુ સુંદર લાલ તરીકે મયુર વાકાણી શો સાથે જાેડાયેલા જ છે.
તારક મહેતા શો એક દાયકાથી લોકોનું મનોરંજન કરે છે તેમાં પણ દયાભાભી, જેઠાલાલ, બાઘા, સુંદર, ટપ્પુ, ભીડે જેવા પાત્ર શોના સૌથી લોકપ્રિય છે અને લોકોના દિલ પર રાજ કરે છે. તેમાં હવે દયાભાભી શોમાં નહીં હોય તે વાત જાણી દર્શકોને પણ મોટો ઝટકો લાગશે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0