કિયારા અડવાણીએ મુરાદ ખેતાનીની ફિલ્મ ‘અપૂર્વા’માં કામ કરવાનો કર્યો ઇનકાર

કિયારા અડવાણીએ મુરાદ ખેતાનીની ફિલ્મ કબીર સિંહમાં કામ કર્યું હતું, જે તેની કારકિર્દીની સફળ ફિલ્મ ગણાય છે. હાલ કિયારાએ મુરાદ ખેતાનીના બેનર હેઠળની ભૂલ ભૂલૈયા ટુ સાઇન કરી છે.
જાેકે ખેતાનીની દરેક ફિલ્મ કિયારા કરતી નથી. ખેતાની તેને તેની આવનારી ફિલ્મ ‘અપૂર્વા’માં પણ સાઇન કરવા ઇચ્છતો હતો. પરંતુ કિયારાએ તેમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો.
કિયારાની પાસે હાલ બિગ બજેટ ફિલ્મો છે. તેનું શેડયુલ વ્યસ્ત છે. તેણે ટીમની સલાહ અનુસાર જ મુરાદ ખેતાનીની ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો છે. ખેતાનીની આવનારી ફિલ્મ ‘અપૂર્વા’ મહિલાઓ પર આધારિત છે. કિયારા અડવાણી હાલ પોતાની આવનારી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં કિયારાની સાથે તબુ અને કાર્તિક આર્યન પણ કામ કરી રહ્યા છે.
Recent Comments