fbpx
બોલિવૂડ

અભિનેતા કાંચી સિંહ થઈ કોરોના સંક્રમિત

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસ કેસના આંકડા ૧ કરોડ ૨૩ લાખને પાર પહોંચી ગયા છે. મહારાષ્ટ્રના મુંબઇમાં કોરોનાનો સૌથી વધારે પ્રકોપ જાેવા મળી રહ્યો છે. બીજી વખત ગતિ પકડનારા કોરોના ચેપથી બોલીવુડના ઘણા સેલેબ્સ સંક્રમિત થયા છે. સંગીતકાર બપ્પી લહિરી અને અભિનેત્રી આલિયા ભટ્ટને કોરોના ચેપ લાગ્યાં બાદ અભિનેતા કાંચી સિંહને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવી સીરીયલ એક્ટ્રેસ કાંચી સિંહને કોરોના ચેપ લાગ્યો હોવાનું કહેવામાં આવે છે. તે પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે ભોપાલમાં હતી, જેને કમનસીબે ચાલી રહેલા રોગચાળાના કારણે તે કોરોનાની જપેટમાં આવી ગઈ. તે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે પછી તેને આઇસોલેશનમાં રાખવામાં આવી છે.

અભિનેત્રી કાંચી સિંહે ખુદ આ માહિતી પોતાના સો.મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. તેણે તેના મિત્રો, ચાહકો અને શુભેચ્છકોને જાણ કરી કે કમનસીબે તેને કોરોના ચેપ લાગ્યો છે.
આ પછી, તેણે પોતાને અલગ કરી દીધી છે અને ઘરમા ક્વોરેટિંન છે. તેણે કહ્યું, તે તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી રહી છે. તેમણે પોતાના ચાહકોને કોરોના સામે લડવાની પ્રેરણા આપી અને કહ્યું, આપણે ઘરની અંદર રહીને આ વાયરસ સામે લડી શકીએ છીએ.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0