fbpx
બોલિવૂડ

હું કોઇપણ ક્રિકેટરને જાણતી નથીઃ ઉર્વશી રૌતેલા

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટસમેન ઋષભ પંતની સાથે અફેરની ચર્ચાને લઇ ચર્ચામાં રહી ચૂકી છે. જાે કે બંને સ્ટાર્સે આ મુદ્દા પર કયારેય ખુલીને વાત કરી નથી.

૨૦૧૯મા બંને સાથે દેખાયા હતા, ત્યારબાદ બંનેની રિલેશનશીપના સમાચાર સો.મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. પછી સમાચાર આવ્યા કે બંનેના રસ્તા અલગ થઇ ગયા અને પંતે પણ ઉર્વશીને વ્હોટએપ પર બ્લોક કરી દીધી.

ઉર્વશી હવે ફરી એક વખત ચર્ચામાં છે. અભિનેત્રી ઉર્વશી એ સો.મીડિયા પર પ્રશ્ન-જવાબનું એક સેશન રાખ્યું હતું, જેમાં ફેન્સે તેના પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇ પ્રશ્નો કર્યા.
એક ફેન્સે તેને પૂછયું, તેમની પસંદગીનો ક્રિકેટર કોણ છે? ૨૭ વર્ષની ઉર્વશીએ પ્રશ્નનો સીધો જવાબ આપ્યો નહીં. તેણે કહ્યું, તે ક્રિકેટ જાેતી નથી અને તે કોઇપણ ક્રિકેટરને જાણતી નથી. સાથો સાથ એમ પણ કહ્યું, મારા દિલમાં સચિન સર અને વિરાટ સર માટે ખૂબ સમ્માન છે.

ઋષભ પંત ૨૦૧૯માં ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. તે ખરાબ ફોર્મમાં હતો. તેને શ્રીલંકાની વિરૂદ્ધ રમાયેલ ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી નહોતી, તેને લઇ તે ચિંતામાં પણ હતો. અટકળો હતી કે આ ટેન્શનના લીધે પંતે વ્હોટસએપ પર ઉર્વશીને બ્લોક કરી દીધી હતી.

પંત હવે ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી બની ચૂકયો છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની સામે સીરીઝમાં તેને શાનદાર પ્રદર્શન કર્યું. ટેસ્ટમાં દમદાર પ્રદર્શન કર્યા બાદ ટી-૨૦ અને વનડે ટીમમાં વાપસી થઇ. પંતને સતત સારા પ્રદર્શનનું ઇનામ પણ મળ્યું. તેને આઇપીએલમાં દિલ્હીના કેપિટલ્સની કેપ્ટનશીપ પણ સોંપવામાં આવી છે. તે આઇપીએલની ૧૪મી સીઝનમાં કેપ્ટનશીપ કરશે. ઇજાગ્રસ્ત શ્રૈયસ ઐય્યરની જગ્યા એ તેને કેપ્ટન બનાવામાં આવ્યો છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0