fbpx
બોલિવૂડ

મુંબઈની અંધેરી કોર્ટે આપ્યા પાયલ રોહતગી સામે તપાસના આદેશ

પોતાના નિવદેનો માટે ઘણી વાર વિવાદોમાં રહેતી મૉડલ-અભિનેત્રી પાયલ રોહતગીની મુશ્કેલીઓ વધી શકે છે કારણકે મુંબઈ સ્થિત અંધેરીની એક કોર્ટે જામિયા મિલિયા ઈસ્લામિયાની છાત્રા સફૂરા જરગર સામે વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં રોહતગી સામે તપાસ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યુ છે કે રોહતગીનુ ટિ્‌વટ મુસ્લિમ સમાજ અને મહિલાઓનુ અપમાન કરે છે માટે આ ટિ્‌વટની તપાસ થવી જાેઈએ
.
કેસની સુનાવણી કરીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ભગવત જિરાપેએ પોતાના આદેશમાં કહ્યુ છે કે દરેક ધર્મનુ માન છે અને કોઈને હક નથી કે તે કોઈ ધર્મ પર આંગળી ઉઠાવે કે તેનુ અપમાન કરે. આ બિલકુલ ખોટુ છે, એવામાં આ ટિ્‌વટ અને નિવેદનની તપાસ થવી જાેઈએ
.
તમને જણાવી દઈએ કે સફૂરા સામે પાયલ રોહતગીએ એ ટિ્‌વટ જૂન ૨૦૨૦માં કર્યુ હતુ. એ વખતે સફૂરા દિલ્લીમાં હિંસા ફેલાવવાના આરોપમાં જેલમાં બંધ હતી અને ગર્ભવતી હતી. જાે કે બાદમાં માનવતાના આધારે તેને જામીન આપી દેવામાં આવ્યાહતા. આ દરમિયાન પાયલે સફૂરા અને તેના ધર્મ વિશે અમુક ટિ્‌વટ કર્યા હતા જેના પર હોબાળો થઈ ગયો હતો. ટિ્‌વટરે પણ પાયલનુ અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ હતુ. ત્યારબાદ અમુક લોકો પાયલ રોહતગીના સમર્થનમાં ઉતરી આવ્યા હતા અને કહ્યુ હતુ કે પાયલનુ અકાઉન્ટ ચાલુ કરવામાં આવે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/