fbpx
બોલિવૂડ

કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારી અભિનેત્રી નગ્મા ફરી થઈ કોરોના સંક્રમિત

અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમા બોલીવુડના ઘણા બઘાં સિતારા આવી ચૂક્યા છે. આ લાંબા લીસ્ટમાં અભિનેત્રીથી નેતા બની ચુકેલી નગ્મા પણ આવી ચૂકી છે. અભિનેત્રી નગ્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસ પહેલા અભિનેત્રી નગ્માએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોની માહિતી નગ્માએ ટિ્‌વટ કરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પરંતુ મને કોરોના લક્ષણ જણાતા મેં ફરી કોરોના ટેસ્ટિંગ કરવતા ફરી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અભિનેત્રી નગ્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેની માહિતી તેમણે ટિ્‌વટ કરી આપતા અન્ય સેલેબ્સે નગ્મા માટે પ્રાર્થના કરી હતી. જેમાં સોની રાજદાને જણાવ્યું, કૃપયા અપના ખ્યાલ રખે ઔર એક બાર ફીર ટેસ્ટ કરવા લેના તેમ જણાવ્યું હતું. અભિનેત્રી અંજુ મહેદ્રએ જણાવ્યું, ‘ નગ્મા બેબી અપના ખ્યાલ રખના.
અભિનેત્રી નગ્માએ વર્ષ ૧૯૯૦મા સલમાન ખાન સાથે ફિલ્મ બાગી ફિલ્મથી હિન્દી સિનેમામાં એન્ટ્રી મારી હતી. ત્યાર પછી તેમણે સુહાગ અને કિંગ અંકલ, લાલ બાદશાહ, જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી ઉપરાત તેમણે તેલુગું અને ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. છેલ્લી વાર તેમણે વર્ષ ૨૦૦૮માં ભોજપુરી ફિલ્મમાં કામ કર્યું હતું.

Follow Me:

Related Posts